રાજ્યમાં આ તારીખથી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી થશે શરુ, હાઈકોર્ટે કરી જાહેરાત

લોકડાઉનના સમયથી ગુજરાતની ગૌણ અદાલતો (COURT)માં ફિઝિકલ કાર્યવાહી બંધ છે. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGHCOURT) બુધવારના રોજ રાજ્યની ગૌણ અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી ફરીથી શરુ કરવા માટેની જાહેરાત કરી છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 20:49 PM, 14 Jan 2021
physical proceedings will start in the court from this date, the Gujarat High Court announced

લોકડાઉનના સમયથી ગુજરાતની ગૌણ અદાલતો (COURT)માં ફિઝિકલ કાર્યવાહી બંધ છે. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGHCOURT) બુધવારના રોજ રાજ્યની ગૌણ અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી ફરીથી શરુ કરવા માટેની જાહેરાત કરી છે. અદાલતોની  ફિઝિકલ કામગીરી 18 જાન્યુઆરીથી શરુ થશે. સર્ક્યુલર અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લાની કોર્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની કોર્ટે સિવાય દરરોજ સવારે 10:45થી સાંજે 6:10 વાગ્યા સુધી નિયમિત ચાલુ રહેશે.

 

પરિપત્રમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે કોર્ટમાં નિયમિત અભ્યાસ અને પ્રક્રિયાઓ અનુસાર કામ કરવાનું રહેશે. જે કેન્દ્ર /રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવતી સોશિયલ ડિસ્ટન્સના દિશા નિર્દેશોના આધારે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત SOP અનુસાર 04 નવેમ્બર, 2020 નારોજ ફિઝિકલ કોર્ટ (COURT) ચાલુ કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

 

નોંધનીય છે કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગત અઠવાડિયે પંજાબ, હરિયાણા અને યુ.ટી. અને ચંડીગઢ હિતના તમામ કેટેગરીના કેસોમાં ફિઝિકલ સુનાવણીની મંજૂરી આપવામાં આવે છે. હાલમાં જ પટના હાઈકોર્ટએ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા 2 અઠવાડીયા માટે એટલે કે, 4 જાનુઆરીથી 15 જાન્યુઆરી સુધી પ્રાયોગિક આધાર પર ફિઝિકલ મોડમાં કામ કરવાનો ફેંસલો લીધો હતો.

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી