Uttarakhand Temple Dres Code: ઉત્તરાખંડના 3 મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ, ટૂંકા કપડા પહેરીને છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ માટે ડ્રેસ કોડ (Temple Dress Code) લાગુ કરવામાં આવ્યો છે. આ ત્રણેય મંદિરો મહાનિર્વાણી અખાડા સાથે જોડાયેલા છે. આ અંગે મહાનિર્વાણ અખાડા વતી તમામ મહિલા ભક્તોને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Dehradun : મહાનિર્વાણ અખાડાએ આજથી ઉત્તરાખંડમાં તેના ત્રણ મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરી દીધો છે. આ ડ્રેસ કોડ મહિલાઓ માટે છે. આ ડ્રેસ કોડ મુજબ મહાનિર્વાણ અખાડા સંબધિત ત્રણ મંદિરોમાં ચડ્ડી પહેરેલી મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી મહંત રવિન્દ્ર પુરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં આ ડ્રેસ કોડ દક્ષ પ્રજાપતિ મંદિર કનખલ હરિદ્વાર, નીલકંઠ મહાદેવ મંદિર, પૌઢી અને તપકેશ્વર મહાદેવ મંદિર, દેહરાદૂનમાં લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કેદારનાથ-બદરીનાથમાં યૂટ્યૂબર નહીં બનાવી શકે રીલ્સ, લાગુ થશે કડક નિયમ
તેમણે કહ્યું કે આ ત્રણેય મંદિરોમાં કોઈ પણ મહિલા કે છોકરીને ટૂંકા કપડામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશતા પહેલા તેઓએ સંપૂર્ણપણે શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા પડશે. અન્યથા મહિલા ભક્તોને મંદિરના ગેટ પર જ રોકી દેવામાં આવશે. આ સાથે મહાનિર્વાણ અખાડાએ આ મંદિરોમાં આવનારી મહિલા શ્રદ્ધાળુઓને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની અપીલ કરી છે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી રવિન્દ્ર પુરીના જણાવ્યા અનુસાર, આ મંદિર છે. તેને મનોરંજનનું સ્થળ બનવાની મંજૂરી આપી શકાય નહીં.
Uttarakhand | Dress code has been implemented for women and girls in three temples of the state. Women and girls cannot wear short clothes and enter the three temples that come under Mahanirvani Akhar. The temples include Daksh Prajapati Temple at Kankhal in Haridwar, Neelkanth… pic.twitter.com/c80KMaJ8sE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 4, 2023
તેથી જ સનાતન ધર્મમાં માનનારા લોકોને નવી વ્યવસ્થા સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. હાલ ચાલી રહેલી સિસ્ટમ મુજબ હવે મહિલાઓએ ઓછામાં ઓછા 80 ટકા શરીરને ઢાંકતા કપડાં પહેરવા પડશે. આ પછી જ તમને મંદિરમાં પ્રવેશ મળશે. અખાડા વતી કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ લાગુ છે. પરંતુ ઉત્તર ભારતમાં પહેલીવાર આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ J&Kના ડોડામાં જોશીમઠ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? જાણો ઘરોમાં પડેલી તિરાડો પાછળનું નગ્ન સત્ય