AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી

Uttarakhand Cloudburst ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ વરસ્યો છે. નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે નૈનીતાલના રસ્તાઓ છલકાઈ ગયા છે. ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી
Uttarakhand Cloudburst
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 12:25 PM
Share

Cloudburst Nainital Ramgarh: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં જ્યાં વાદળ ફાટ્યું હતું તે સ્થળેથી કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, કાટમાળ નીચે દટાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. તો બીજી બાજુ, નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે, નૈનીતાલના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા છે. નૈનીતાલની ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

ગંગાનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર  છેલ્લા બે દિવસથી પર્વતીય વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીને કારણે હરિદ્વારમાં ગંગા નદીકાંઠાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચોઃ

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા

Follow Us
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
g clip-path="url(#clip0_868_265)">