ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

ઉત્તરાખંડમાં ગુજરાતના ફસાયેલા યાત્રાળુ માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પ લાઇન - 079 23251900 પર યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:00 AM

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે. આવામાં ગુજરાતના ઘણા યાત્રાળુઓ અહીં ફસાયા હોવાની માહિતી સામે અવી છે. જણાવી દઈએ કે ગુજરાતના હજારો પ્રવાસીઓ ચારધામ યાત્રામાં ફસાયા છે. ઉત્તરકાશીમાં મોટાભાગના ગુજરાતી યાત્રાળુ અટવાયા હોવાની માહિતી સામે આવી છે. ઉત્તરાખંડ સરકારે પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડયા છે. ત્યારે અમદાવાદના મણિનગરનો એક પરિવાર નેતાલામાં સલામત છે, તો બીજી તરફ રાજકોટના 180 યાત્રાળુ ગંગોત્રી જતા સમયે રસ્તામાં ફસાયા. ત્યારે ઉત્તરકાશીથી ગંગોત્રી જતા રોડ પર નેતાલામાં તમામ યાત્રાળુઓ સલામત હોવાની વિગત હાલમાં સામે આવી છે.

તો બીજી તરફ ફસાયેલા યાત્રાળુઓનો સલામતીને લઈને ગુજરાત સરકાર પણ કાર્યરત થઇ છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે આ અંગે વાત કરી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ફસાયેલા પ્રવાસીઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તો ગુજરાતના પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીએ કહ્યું કે ગુજરાતના તમામ ચારધામ યાત્રાળુઓ સલામતઃ છે. અમદાવાદ, સુરત, રાજકોટના ફસાયેલા યાત્રાળુ અંગે માહિતી મેળવી છે. સાથે રૂદ્રપ્રયાગના સ્થાનિક અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ. પૂર્ણેશ મોદીએ કહ્યું કે સાંજ સુધી રસ્તા ખુલતા પ્રવાસીઓ પરત ફરી શકશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.

ગુજરાત ના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

હેલ્પ લાઇન – 079 23251900

જણાવી દઈએ કે રૂદ્રપ્રયાગ નજીક કેટલાક વાહનો પર પહાડનો મોટો હિસ્સો તૂટીને પડ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલનને પગલે સલામતીના કારણોસર ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. પવિત્ર ચારેય ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં દેશભરના 10 હજાર શ્રદ્ધાળુ ફસાયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય સરકારે માર્ગો અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી છે. જેથી યાત્રાળુઓને હોટલમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: આરોગ્ય તંત્રનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીઓના કેસની વિગતમાં વેક્સિનની માહિતી લખવી ફરજીયાત

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા: વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત, ખેતરમાં રમતી હતી બાળકી અને વીજ વાયર પડ્યો નીચે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">