Uttarakhand: CM પુષ્કર સિંહ ધામીને મળ્યા અભિનેતા અક્ષય કુમાર, ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે અક્ષય કુમારને એક પ્રસ્તાવ આપ્યો હતો, તેમને તેનો સ્વીકાર કરી લીધો છે અને તે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરશે.
બોલિવુડ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) આજે સવારે ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) સાથે દેહરાદુનમાં સીએમ આવાસ પર મુલાકાત કરી. અક્ષય કુમાર મસૂરીમાં પોતાની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ આ મુલાકાત અનૌપચારિક હતી અને બંનેની વચ્ચે રાજ્યમાં ફિલ્મોના શુટિંગને લઈ ચર્ચા થઈ. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે અક્ષય કુમારને એક પ્રસ્તાવ આપ્યો હતો, તેમને તેનો સ્વીકાર કરી લીધો છે અને તે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરશે. જાણકારી મુજબ અક્ષય કુમાર દેહરાદુન અને મસૂરીમાં પોતાની ફિલ્મ રત્સાસનની શુટિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મ તમિલ ફિલ્મની રિમેક છે.
Actor #AkshayKumar met #Uttarakhand CM Pushkar Singh Dhami at the CM residence in #Dehradun this morning#Tv9News pic.twitter.com/RZwzBwbfI2
— Tv9 Gujarati (@tv9gujarati) February 7, 2022
રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે અક્ષય કુમારને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે સ્વીકાર કરી લીધો છે અને હવે તે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરશે. અક્ષય કુમાર ઘણા દિવસોથી મસૂરીમાં પોતાની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે અને શુટિંગ માટે અભિનેત્રી રકૂલપ્રીત પણ મસૂરી આવી છે. આજે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ અક્ષય કુમારને કેદારનાથ મંદિરની મૂર્તિ પણ ભેટમાં આપી અને તેમનું સ્વાગત કર્યુ.
રત્સાસન ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે અક્ષય કુમાર
દેહરાદૂન અને મસૂરીમાં બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર નિર્માતા વાસુ ભગનાની અને નિર્દેશક રંજીત તિવારી દ્વારા નિર્દેશિત દક્ષિણ ફિલ્મ ‘રત્સાસન’ની રીમેકનું શુટિંગ કરી રહ્યા છે. આ શુટિંગ 15 દિવસ સુધી દેહરાદૂન અને મસૂરીમાં ચાલશે. ત્યારે અભિનેતાએ સીએમ આવાસ પર મુખ્યપ્રધાન સાથ મુલાકાત કરી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેત્રી રકૂલપ્રીત સિંહ, ચંદ્રચૂડ સિંહ અને પ્રોડ્યુસર વાસુ ભગનાની પણ મુખ્યપ્રધાનને મળ્યા. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ મસૂરીમાં શુટ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મના શુટિંગ માટે 200 લોકોનું યુનિટ પહોંચ્યુ છે. તાજેત્તરમાં જ લંડનમાં ફિલ્મનું ઘણું શુટિંગ પૂરૂ થયું છે.
આ પણ વાંચો: School Reopening: દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, જુઓ માર્ગદર્શિકા
આ પણ વાંચો: પહેલીવાર દુનિયાની સામે આવેલી Peng Shuai પોતાની વાયરલ પોસ્ટને ખોટી ગણાવી, પોતાનું નિવેદન બદલ્યું