Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથ 25 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને ઘણા કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજરી આપશે.

Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથ 25 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે
Yogi Adityanath (FIle Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:21 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં (UP Assembly Election) ભારતીય જનતા પાર્ટીને (BJP) જંગી બહુમતી મળ્યા બાદ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ફરી એકવાર 25 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને માહિતી આપતા સમાચાર એજન્સીએ કહ્યું છે કે, યોગી આદિત્યનાથ 25 માર્ચે સાંજે 4 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને ઘણા કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજરી આપશે.

મળતી માહિતી મુજબ, રાજ્યની રાજધાની લખનૌના ઈકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ શપથ લેશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવશે

શપથ ગ્રહણ સમારોહમાં વિરોધ પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. તેમાં બસપાના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવના નામ મુખ્ય છે. મીડિયા રિપોર્ટ્સમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય ઘણા વરિષ્ઠ રાજનેતાઓને આમંત્રણની માહિતી પણ મળી રહી છે.

37 વર્ષમાં પહેલીવાર શાસક પક્ષ સત્તામાં પાછો ફર્યો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત જંગી બહુમતી મેળવી છે. 10 માર્ચે ચૂંટણીના પરિણામો પછી, તે સ્પષ્ટ થયું હતું કે 37 વર્ષ જૂના રાજ્યની રાજનીતિમાં પ્રથમ વખત, શાસક પક્ષ ફરી એકવાર સરકાર બનાવવાની સ્થિતિમાં છે. ભાજપની આ વિશાળ જીત બાદ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની ઔપચારિક કવાયત શરૂ થઈ ગઈ છે. આ કારણે તેમણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બે વખત ચર્ચા કરી છે.

પીએમ મોદીને મળ્યા બાદ યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી તરીકે સતત બીજી મુદત માટે શપથ લેવાની તૈયારી કરી રહેલા આદિત્યનાથે પાર્ટી નેતૃત્વ સાથે વાતચીત દરમિયાન સરકારની રચના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : શેફાલી રાઝદાન દુગ્ગલ: બાઈડન સરકારમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, જાણો કોણ છે આ ભારતીય મૂળની મહિલા

આ પણ વાંચો : Jammu Kashmir: પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કહી ઉપજાવી કાઢેલી સ્ટોરી, કહ્યું- તે સમયે ભાજપની સરકાર હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">