Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: મહિલા ઈન્કમ ટેક્સ ઓફિસર બન્યા સાયબર ક્રાઈમના શિકાર, ઉપરી અધિકારીના DP સાથેના વોટ્સએપ કોલ દ્વારા થયું ફ્રોડ

એક વરિષ્ઠ મહિલા આવકવેરા અધિકારીને સાયબર ઠગ્સે છેતર્યા છે. ચીફ ઈન્કમ ટેક્સ કમિશનર પ્રીતિ જૈનને શોપિંગ કૂપન ખરીદવાના નામે ઠગ દ્વારા છેતરવામાં આવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ આવકવેરા અધિકારી પ્રીતિ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Uttar Pradesh: મહિલા ઈન્કમ ટેક્સ ઓફિસર બન્યા સાયબર ક્રાઈમના શિકાર, ઉપરી અધિકારીના DP સાથેના વોટ્સએપ કોલ દ્વારા થયું ફ્રોડ
Cyber Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:37 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં એક વરિષ્ઠ મહિલા આવકવેરા અધિકારીને સાયબર (Cyber Crime) ઠગ્સે છેતર્યા છે. ચીફ ઈન્કમ ટેક્સ કમિશનર પ્રીતિ જૈનને એમેઝોન પરથી શોપિંગ કૂપન ખરીદવાના નામે ઠગ દ્વારા છેતરવામાં આવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ આવકવેરા અધિકારી પ્રીતિ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની સાયબર બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનાએ ઘણા લોકોને એલર્ટ કર્યા છે.

આ કિસ્સો કેવી રીતે પ્રકાશમાં આવ્યો?

બે દિવસ પહેલા કોઈએ પ્રીતિ જૈનનો તેના અધિકારી પ્રિન્સિપાલ ઈન્કમ ટેક્સ કમિશનર શિશિર ઝાના ડીપીના વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પહેલા મિસ્ડ કોલ કર્યો હતો. પછી તેના ખબર અંતર જાણવા તેને મેસેજ કર્યો. આ પછી પોતાને શિશિર ઝા કહેતા ઠગ લોકોએ એમેઝોન પરથી એક લાખની કિંમતના શોપિંગ ગિફ્ટ વાઉચર લેવાની વાત કરી.

ફરી 1 લાખ રૂપિયાની કૂપન લેવાનું કહેવામાં આવ્યું

પ્રીતિ જૈને પોતાના અધિકારીનું માન રાખતા 10-10 હજારની 10 કૂપન લીધી. પરંતુ તેને શું ખબર, ત્યાં સુધીમાં તે છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તે જ નંબર પરથી ફરી 1 લાખ રૂપિયાની કૂપન લેવાનું કહેવામાં આવ્યું. આ પછી પ્રીતિએ શિશિર ઝાને ફોન કર્યો, ત્યારે તેમણે ના પાડી હતી.

જો તમે રસોડામાં લોઢી(તવી)ને ઊંધી રાખશો તો શું થશે?
Jioનો સૌથી સસ્તો પ્લાન, 75 રૂપિયામાં મળશે 23 દિવસની વેલિડિટી
પેઢાંમાંથી વારંવાર નીકળે છે લોહી? તો જાણો કયા વિટામિનની છે કમી
IPL 2025માં સૌથી મોટી ઉંમરનો કેપ્ટન કોણ છે? જુઓ ફોટો
આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
Vastu Tips: ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

પોલીસ સાયબર ઠગની શોધ શરૂ કરી

શિશિર ઝાના ઇનકાર બાદ પ્રીતિએ પોલીસમાં સાયબર ફ્રોડનો કેસ નોંધાવ્યો હતો. કોતવાલી પોલીસે મોબાઈલ નંબર ધારક સામે ગુનો નોંધ્યો છે અને પોલીસ હવે તે સાયબર ઠગને શોધી રહી છે. ઈન્કમટેક્સ ઓફિસર સાથેની આ છેતરપિંડીની કહાની જાણ્યા બાદ લોકોમાં ભારે હોબાળો મચી ગયો છે.

આ પણ વાંચો : Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video

આવા ફ્રોડ કરનારાઓ કોઈને પણ પોતાના નિશાન બનાવી રહ્યા છે. આ મામલામાં કાનપુરના સાયબર સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું છે કે, આ દિવસોમાં ઠગ અન્ય લોકોના ડીપીનો ઉપયોગ કરીને નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવીને લોકોને નિશાન બનાવી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">