જામતારાના ઠગો પર અમેરિકી રિસર્ચ એજન્સી કરશે શોધ, સાઈબર ક્રાઈમનો ગઢ છે ઝારખંડનો આ જિલ્લો

ઝારખંડનું જામતારા સાયબર ફ્રોડ માટે જાણીતું છે. તેના પર એક વેબ સિરીઝ પણ બનાવવામાં આવી છે. જે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી અને તે લોકોને ખૂબ પસંદ પણ પડી હતી.

જામતારાના ઠગો પર અમેરિકી રિસર્ચ એજન્સી કરશે શોધ, સાઈબર ક્રાઈમનો ગઢ છે ઝારખંડનો આ જિલ્લો

ઝારખંડનું જામતારા સાયબર ફ્રોડ માટે જાણીતું છે. તેના પર એક વેબ સિરીઝ પણ બનાવવામાં આવી છે. જે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી અને તે લોકોને ખૂબ પસંદ પણ પડી હતી. જેમાં શાળાના બાળકો જુદા જુદા નંબર ઉપરથી ફોન કરીને શહેરના લોકોની સાથે ઠગાઈ કરતા હતા. જામતારાના આ શાતિર ઠગ પર હવે અમેરિકાના સંશોધકોએ રસ દાખવ્યો છે. અમેરિકા જામતારાના ઠગ પર સંશોધન કરવા જઈ રહ્યું છે. આ ઠગો તેમની સ્ટાઈલના કારણે વિશ્વભરમાં હેડલાઈન્સમાં ચમક્યા હતાં. જામતારાના આ ઠગ એટલા શિક્ષિત નથી પણ તેમ છતાં તેઓએ લાખો શિક્ષિત અને ધનિક લોકોની છેતરપિંડી કરી છે.

 

હવે યુએસની એક એજન્સી આ ઠગ પર સંશોધન કરશે. મળતી માહિતી મુજબ અમેરિકાની આ રિસર્ચ એજન્સી જામતારા જેવા શહેરો અને અહીં વસનારા લોકોનું સંશોધન કરશે કે આ ઠગ લોકોએ ભણ્યા વગર સંખ્યાબંધ લોકોને શિકાર કઈ રીતે બનાવ્યા. એજન્સી એ જાણવા ઈચ્છે છે કે આ ઠગોને આટલી ટેકનીકલ જાણકારી કેવી રીતે અને ક્યાંથી મળી, યુએસ એજન્સી એ વાત પર ભાર મુકવા માંગે છે કે આ ઠગ લોકોએ કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને મૂર્ખ બનાવ્યા. સાથે જ લોકોના ખાતા હેક કરી અને લાખો રૂપિયા ખંખેરી લીધા. જામતારામાં સાયબર ક્રાઈમ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. કોઈને કોઈ રાજ્યની પોલીસ અહીં તપાસ માટે આવે જ છે. મહત્વનું છે કે જામતારામાં સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે.

 

યુ.એસ એજન્સી આ ઠગનું બ્રેઈન મેપિંગ કરશે. જેથી એ જાણી શકાય કે કઈ રીતે આ સાયબર ઠગો અશિક્ષિત હોવા છતાં આઈટીની ઝીણી વિગતો શીખીને કામ કરે છે. અહીંના ઠગ ટેકનોલોજીના આધારે લોકોના ખાતા હેક કરે છે. આ તમામ મુદ્દા પર ડીજીપી કક્ષાના અધિકારીઓએ દિલ્હીમાં બેઠક કરી હતી.

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદારોની સંખ્યા 7.32 કરોડ, 14.45 લાખ મતદારોનો વધારો

Click on your DTH Provider to Add TV9 Gujarati