AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં મતદારોની સંખ્યા 7.32 કરોડ, 14.45 લાખ મતદારોનો વધારો

પશ્ચિમ બંગાળ(West Bengal)માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે.  જેના પગલે ચૂંટણી પંચે શુક્રવારે સુધારેલી મતદાર યાદી જાહેર કરી છે.

પશ્ચિમ બંગાળમાં મતદારોની સંખ્યા 7.32 કરોડ, 14.45 લાખ મતદારોનો વધારો
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 15, 2021 | 10:04 PM
Share

પશ્ચિમ બંગાળ(West Bengal)માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે.  જેના પગલે ચૂંટણી પંચે શુક્રવારે સુધારેલી મતદાર યાદી જાહેર કરી છે. ચૂંટણી આયોગે જાહેર કરેલી સુધારેલી મતદાર યાદીમાં મતદારોની સંખ્યા વધીને 7,32,94, 980 થઈ છે.  જેના ડ્રાફ્ટ મતદાર યાદીની સંખ્યા 7.18,49,308 થઈ છે. જેમાં કુલ 14,45, 672 મતદારોની સંખ્યામાં વધારો થયો છે.

જેમાં પશ્ચિમ બંગાળ રાજ્ય મહિલા મતદારોની સંખ્યા 3,76,702, 590 થઈ છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 3,59,27,084 થઈ છે. જ્યારે થર્ડ જેન્ડરમાં મતદારોની સંખ્યા 1,590 છે. જે ડ્રાફ્ટ મતદાર સૂચિ કરતાં 2.01 ટકાનો વધારો થયો છે. આ મતદાર સૂચિના આધારે સમગ્ર વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

ચૂંટણી પંચ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના તમામ મતદારો પાસે ફોટો ઓળખકાર્ડ છે. જેમાં 18થી 19 વર્ષ સુધીના મતદારોની સંખ્યા 2.86 ટકા છે. તેમજ મહિલા અને પુરુષ મતદારોનું  પ્રમાણ 961 છે. જ્યારે સર્વિસ  મતદારોની સંખ્યા 1,12,642 છે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન: સરકાર સાથે નવમી બેઠકમાં ન થયું સમાધાન, 19 જાન્યુઆરીએ ફરી બેઠક

g clip-path="url(#clip0_868_265)">