AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન

પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન કામ હવે ખાનગી કે, સરકારી બેંકોની જેમ જ થશે. પોસ્ટ ઓફિસમાં પણ હવે ગમે ત્યાંથી અને ગમે ત્યારે પૈસા મોકલવાનું કામ શરૂ થઈ ગયું છે.

દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન
Post Office
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 2:34 PM
Share

બજેટમાં અલાનિયાના નિવેદન બાદ સરકારે પોસ્ટ ઓફિસને (Post Office) હાઈટેક કરવાનું શરૂ કરી દીધું છે. પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન કામ હવે ખાનગી કે, સરકારી બેંકોની જેમ જ થશે. પોસ્ટ ઓફિસમાં પણ હવે ગમે ત્યાંથી અને ગમે ત્યારે પૈસા મોકલવાનું કામ શરૂ થઈ ગયું છે. આવું એટલા માટે થયું છે કારણ કે આજની તારીખ સુધીમાં, લગભગ 96 ટકા પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સિસ્ટમ (CBS) સાથે જોડાયેલ છે. મતલબ કે, તમામ પોસ્ટ ઓફિસો હવે ડિજિટલ વિશ્વમાં પ્રવેશી ચૂકી છે. તમામ પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન કામ કરવામાં આવશે અને તમામ પોસ્ટ ઓફિસને બેંકો સાથે જોડવામાં આવી છે. સીબીએસની ટેક્નોલોજી લાંબા સમયથી બેંકોમાં લાગુ કરવામાં આવી છે. આ એવી ટેકનિક છે જેના દ્વારા તમારી બેંકની કોઈપણ શાખામાં ગમે ત્યાંથી કામ થાય છે. પોસ્ટ ઓફિસમાં આની શરૂઆત થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આની જાહેરાત કરી હતી. આ વિશેષ સેવાને ‘એની ટાઈમ-એનીવ્હેર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ’ (Anytime-Anywhere Post Office Savings) નામ આપવામાં આવ્યું છે.

‘એની ટાઇમ-એનીવ્હેર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ’ સેવાની રજૂઆત સાથે પોસ્ટ ઓફિસની બચત સેવા ગમે ત્યાંથી, ગમે ત્યારે મેળવી શકાય છે. દેશમાં કુલ 1,58,526 પોસ્ટ ઓફિસ છે જેમાંથી અત્યાર સુધીમાં 1,52,514 પોસ્ટ ઓફિસને CBS હેઠળ લાવવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, ગમે ત્યારે ગમે ત્યાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સર્વિસ લાગુ કરવામાં આવી રહી છે જે પોસ્ટ ઓફિસ અને બેંકો વચ્ચે ઓનલાઈન ફંડ ટ્રાન્સફરને સક્ષમ કરશે. અત્યાર સુધી આ સુવિધા નહોતી અને પોસ્ટ ઓફિસમાં જઈને પૈસા અને કામ કરવા પડતા હતા.

બજેટમાં સરકારની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં 100 ટકા સીબીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેથી લોકોને નાણાકીય વ્યવહારો સરળતા મળી શકે. ઓનલાઈન એકાઉન્ટની મદદથી પોસ્ટ ઓફિસ અને બેંકો વચ્ચે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, એટીએમ, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર વગેરે કરી શકાય છે. આનાથી પોસ્ટ ઓફિસના હાલના બચત ખાતા ધારકોને મદદ મળશે, સાથે જ નવું ખાતું ખોલનારા લોકો પણ ઓનલાઈન સેવાનો લાભ લઈ શકશે.

સરકાર પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. NEFT અને RTGS દ્વારા પોસ્ટ ઓફિસથી બેંક અથવા બેંકથી પોસ્ટ ઓફિસમાં પૈસા મોકલી શકાય છે.

સરકાર પોસ્ટ ઓફિસમાં ઈન્ટરમીડિયેટ ડેટા રેટ (IDR) કનેક્ટિવિટી, વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) કનેક્શન અને VSAT કનેક્ટિવિટી દાખલ કરવા જઈ રહી છે. આ સાથે કેટલીક પોસ્ટ ઓફિસમાં સિમ કાર્ડ આધાર POS મશીન પણ આપવામાં આવશે. POS મશીનની મદદથી ગ્રાહકો કાર્ડથી પેમેન્ટ કરી શકશે. તેનાથી રોકડની જરૂરિયાત ઓછી થશે.

આ પણ વાંચો: Medical Students Oath: NMC દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને ‘મહર્ષિ ચરક શપથ’ લેવડાવાની કરાઈ ભલામણ

આ પણ વાંચો: CUET 2022 Registration: યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નોંધણી પ્રક્રિયા 6 એપ્રિલથી થશે શરૂ, અહીં કરો અરજી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">