ફ્લાઈટમાં પેશાબની ઘટના: પિતા પુત્રના બચાવમાં આવ્યા, કહ્યું- મહિલાએ પૈસા માંગ્યા હતા, બ્લેકમેલિંગનો છે મામલો

વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના મામલામાં મુંબઈના શંકર મિશ્રાનું નામ સામે આવ્યું છે. દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શંકરની કંપનીએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ દરમિયાન શંકરના પિતા શ્યામ મિશ્રા મીડિયા સામે આવ્યા છે

ફ્લાઈટમાં પેશાબની ઘટના: પિતા પુત્રના બચાવમાં આવ્યા, કહ્યું- મહિલાએ પૈસા માંગ્યા હતા, બ્લેકમેલિંગનો છે મામલો
Air India (Symbolic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 7:38 AM

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના મામલામાં મુંબઈના શંકર મિશ્રાનું નામ સામે આવ્યું છે. દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શંકરની કંપનીએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ દરમિયાન શંકરના પિતા શ્યામ મિશ્રા મીડિયા સામે આવ્યા છે. તેણે પોતાના પુત્રને સંપૂર્ણ નિર્દોષ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ આખો મામલો બ્લેક મેઈલિંગનો છે.

આ કેસ 26 નવેમ્બરનો છે જ્યારે ન્યૂયોર્ક-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલાએ 34 વર્ષીય શંકર પર તેના પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો હાલમાં જ સામે આવ્યો છે, ત્યારબાદ DGCA અને દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ DGCAએ એરલાઈન્સ કંપનીઓને એડવાઈઝરી પણ જારી કરી છે, જેનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

વૃદ્ધ મહિલાએ પૈસા માંગ્યા

શંકરના પિતા શ્યામે આ સમગ્ર કેસને ખોટો ગણાવ્યો છે. તેણે કહ્યું કે જ્યારે તેનો દીકરો ફ્લાઈટમાં હતો ત્યારે તે લગભગ 30-35 કલાકથી ઉંઘ્યો નહોતો. તેણે કહ્યું, ‘મારો પુત્ર 30-35 કલાક સુધી ઉંઘ્યો ન હતો. એવું પણ બની શકે કે જ્યારે તે ફ્લાઈટમાં હતો ત્યારે તેણે ક્રૂ દ્વારા આપવામાં આવેલ ડ્રિંક પીધું અને પછી સૂઈ ગયો.’ શ્યામે તેના પુત્રનો બચાવ કરતા કહ્યું કે, વૃદ્ધ મહિલાએ કેટલાક પૈસાની માંગણી કરી હતી જે તેના પુત્રએ પૂરી પણ કરી હતી.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો છે

શ્યામનો આરોપ છે કે મહિલાની બીજી પણ કોઈ માંગ હોઈ શકે છે. તેણે મહિલા પર બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન તેણે પોતાના પુત્રની ઉંમરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમનો પુત્ર 34 વર્ષનો પરિણીત છે. પિતાના કહેવા પ્રમાણે, તે 72 વર્ષની મહિલા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. તેમણે કહ્યું કે તેઓ આ મામલે તેમના પુત્ર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે મીડિયામાં આવી રહેલા સમાચારો પર પણ કહ્યું કે બધા સત્યથી દૂર છે.

ધરપકડ ટાળવા વિનંતી કરી

જો કે આ દરમિયાન અન્ય એક મુસાફરે તેની મદદ કરી હતી. મહિલાનું એમ પણ કહેવું છે કે તેણે લેન્ડિંગ પછી તરત જ શંકર મિશ્રાની ધરપકડની માગણી કરી હતી, પરંતુ ક્રૂએ મામલો થાળે પાડવાના પ્રયાસમાં તે માણસને તેમની પાસે લાવ્યો અને માફી માંગી. તે વ્યક્તિએ મહિલાની માફી માંગી અને જ્યારે મહિલાએ વારંવાર તેની ધરપકડની માંગ કરી તો તે રડવા લાગ્યો અને ધરપકડ ટાળવા માટે વિનંતી કરવા લાગ્યો હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી ત્યારે જોવાનું એ જ છે કે મામલાની સચ્ચાઈમાં સામે શું આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">