AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Nikay Chunav Result: તમામ લોકો ફેલ, યોગી કરી ગયા ખેલ, ઉત્તરપ્રદેશમાં ભાજપની મોટી જીતના આ છે 5 કારણ

UP Nikay Chunav Result 2023: રાજ્યમાં ભાજપની 100 ટકા જીત પાછળ સીએમ યોગીની મહેનત છે. યુપીની નાગરિક ચૂંટણીઓ 2024 માટે લિટમસ ટેસ્ટ છે, કારણ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

UP Nikay Chunav Result: તમામ લોકો ફેલ, યોગી કરી ગયા ખેલ, ઉત્તરપ્રદેશમાં ભાજપની મોટી જીતના આ છે 5 કારણ
CM Yogi Adityanath
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 6:42 PM
Share

UP Nikay Chunav Result: ઉત્તર પ્રદેશની નગર નિગમની ચૂંટણીમાં યોગી આદિત્યનાથના બુલડોઝરે પોતાનો જાદુ ચલાવ્યો. નગર નિગમની ચૂંટણીમાં ભાજપે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસને હરાવ્યા છે. ભાજપે ક્લીન સ્વીપ કરીને મેયરની તમામ 17 બેઠક કબજે કરી હતી. યોગી વર્ષ 2017માં યુપીના મુખ્યમંત્રી બન્યા, ત્યારથી યુપીમાં ભાજપનો દબદબો યથાવત છે. આ વખતે પણ યુપીની જનતાએ સપા, બસપા અને કોંગ્રેસને નકારી કાઢી છે. જાણો યુપીમાં ભાજપની જીતના 5 મોટા કારણો.

માફિયા રાજ સામે ઝીરો ટોલરન્સ

યુપીમાં રાજકારણ સાથે માફિયાઓની સાંઠગાંઠ દાયકાઓ જૂની છે. યોગીએ પોતાના કાર્યકાળ દરમિયાન આ ગઠબંધનને તોડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. તેમણે રાજ્યમાં માફિયા રાજ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી. આની અસર એ થઈ કે પોલીસે ઉમેશપાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદના સમગ્ર પરિવારને ઘેરી લીધો. સાથે જ મુખ્તાર અંસારી સહિત 40 માફિયાઓ જેલમાં છે. આ માફિયાઓની હજારો કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. યોગીએ વિધાનસભામાં શપથ લીધા હતા કે તેઓ યુપીના માફિયાઓને જમીનદોસ્ત કરી દેશે. આ નિવેદને ભાજપના ચૂંટણી પ્રચારમાં મોટી છાપ છોડી છે.

આ પણ વાંચો: UP Election 2023 : એવી બેઠક જ્યાં મુસ્લિમ ઉમેદવારો એકબીજા સાથે લડ્યા અને ભાજપ બાજી મારી ગયું

જીત પાછળ યોગીની મહેનત

રાજ્યમાં ભાજપની 100 ટકા જીત પાછળ સીએમ યોગીની મહેનત છે. યુપીની નાગરિક ચૂંટણીઓ 2024 માટે લિટમસ ટેસ્ટ છે, કારણ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી સીએમ યોગીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. ભાજપના સૌથી ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે ચૂંટણી રેલીઓમાં એવી રીતે વરસાદ વરસાવ્યો કે પરિણામના દિવસ પહેલા જ ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ. યોગી ઉપરાંત બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ સક્રિય પ્રચાર કરી રહ્યા હતા.

યોગીનું વિકાસ મોડલ અને કાયદો અને વ્યવસ્થા પર મહોર

યોગી મોડલ યુપીના શહેરી વિસ્તારોમાં હિટ સાબિત થયું છે. મહાનગરપાલિકાના પરિણામોએ યોગીના વિકાસ મોડલ અને કાયદો અને વ્યવસ્થા પર મહોર મારી દીધી છે. રાજ્યમાં નગર નિગમની 17 બેઠકો છે, જેમાંથી ગોરખપુર, ઝાંસી, શાહજહાંપુર, ફિરોઝાબાદ, સહારનપુર, મેરઠ, લખનૌ, કાનપુર, ગાઝિયાબાદ, વારાણસી, પ્રયાગરાજ, અલીગઢ, બરેલી, મુરાદાબાદ, અયોધ્યા, આગ્રા અને મથુરા-વૃંદાવન બેઠકો છે. લોકોએ મત આપ્યો. યોગીના વચનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

માત્ર યોગી દેખાતા હતા, અખિલેશ-માયા ગાયબ રહ્યા

એવું લાગી રહ્યું હતું કે સમાજવાદી વડા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. માયા ક્યાંય દેખાતી ન હતી, અખિલેશે દેખાડા પુરતો ચૂંટણી પ્રચાર કર્યો હતું. ઉલટું સીએમ યોગીએ ચૂંટણી પ્રચારમાં જોર લગાવી દીધું. તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા, ત્યારબાદ ચારેબાજુ માત્ર યોગી-યોગીના નારા જ ગુંજી ઉઠ્યા.

ઓવૈસી ફેક્ટરને કારણે મુસ્લિમ મતોનું વિભાજન!

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ દર વખતની જેમ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની મુસ્લિમ વોટ બેંકમાં ખાડો પાડ્યો, જેનો સીધો ફાયદો ભાજપને થયો. મેરઠની જ વાત કરીએ તો અહીં AIMIMના ઉમેદવાર મોહમ્મદ અનસ લાંબા સમયથી આગળ હતા, પરંતુ બીજેપી ઉમેદવાર હરિકાંત અહલુવાલિયાએ તેમને પાછળ છોડી દીધા હતા. તે સ્પષ્ટ છે કે જો ઓવૈસીએ આ સીટ પર દાવો ના કર્યો હોત તો મુસ્લિમ મતો સપા કે બસપાના ખાતામાં ગયા હોત, પરંતુ એવું થયું નહીં અને ભાજપના ઉમેદવાર જીતી ગયા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">