કોરોના વાયરસના સંકટમાં સરકારે પ્રતિબંધો હળવા કરતા સામાન્ય લોકો માટે ઉત્તરાખંડના ચારધામ યાત્રાને મંજૂરી આપી દીધી છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં આજથી ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં આ યાત્રા માટે રાજ્ય સ્તરેથી શરૂ કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યના ગ્રીન ઝોનમાં રહેનાર તમામ લોકો આ યાત્રાનો લાભ લઇ શકશે. તે ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેનાર કોઇ પણ વ્યક્તિને ચારધામ યાત્રા કરવાની મંજૂરી અપાશે નહીં. આ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે. સરકારે સીમિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને યાત્રા કરવા માટે અનુમતિ આપી છે.
આ પણ વાંચો: રાજકોટ: અટકેલી ભરતી પૂર્ણ કરવા ઉમેદવારોએ 15 જુલાઈ સુધીનું આપ્યું અલ્ટિમેટમ, ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો