ગડકરીના પરિવાર પાસે કેટલી ખેતી અને કેટલા છે કૂવા ? જુઓ આ Video માં ગડકરીએ શું કહ્યું
કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને લઈ તમને એ પ્રશ્ન જરુર થતો હશે કે નિતિન ગડકરી અને તેના પરિવાર પાસે કેટલી સંપતિ હશે. તો તેમણે આ બાબતે કહ્યું કે તેમની પાસે 60 એકર જેટલી જમીન છે. અને 3 કૂવા પણ છે. મહત્વનુ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા તેમના સોગંદનામામાં, નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેમની પાસે જંગમ અને સ્થાવર સંપત્તિ સહિત લગભગ 25.12 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
નાગપુરમાં જન્મેલા નિતિન ગડકરીએ એલએલબીની ડિગ્રી મેળવવાની સાથે બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યો છે. 24 વર્ષની ઉંમરે નિતિન ગડકરી ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ માત્ર 35 વર્ષમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ મહાસચિવ બન્યા. 2014થી સતત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય સંભાળી રહેલા ગડકરીની આવકનો મુખ્ય સ્ત્રોત તેમની રાજનીતિ છે. જો કે, તેઓ અન્ય સ્ત્રોતોમાંથી પણ આવક મેળવે છે.
હવે તમને એ પ્રશ્ન જરુર થતો હશે કે નિતિન ગડકરી અને તેના પરિવાર પાસે કેટલી સંપતિ હશે. તો તેમણે આ બાબતે કહ્યું કે તેમની પાસે 60 એકર જેટલી જમીન છે. અને 3 કૂવા પણ છે. મહત્વનુ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા તેમના સોગંદનામામાં, નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેમની પાસે જંગમ અને સ્થાવર સંપત્તિ સહિત લગભગ 25.12 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગડકરીએ નાગપુર લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. નિતિન ગડકરી પાસે લગભગ 69,38,691 રૂપિયાની જંગમ સંપત્તિ છે. જ્યારે તેમની પત્ની પાસે 91,99,160 રૂપિયા છે. જોકે આ આંકડામાં અત્યારે મહડ અંશે વધારો થયો હશે તેમ ચોક્કસ કહી શકાય.
આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને
એક રિપોર્ટ અનુસાર નિતિન ગડકરી તેમના પગારની સાથે સાથે અન્ય સ્ત્રોતોમાંથી વાર્ષિક રૂ. 2 કરોડથી વધુની કમાણી કરે છે. તેમના અંગત રોકાણો ઉપરાંત, તેઓ તેમની આવકના સ્ત્રોત તરીકે ફિલ્મોમાં પણ રોકાણ કરે છે. નિતિન ગડકરી વાળના બિઝનેસમાંથી પણ કમાણી કરે છે. તેમની આવકનો એક સ્ત્રોત વાળ છે. જેમાં તે તિરુપતિ મંદિરમાંથી ખરીદેલા કપાયેલા વાળમાંથી એમિનો એસિડ બનાવે છે. નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓ આ બિઝનેસથી 12 થી 15 કરોડ રૂપિયાનો નફો કરી રહ્યા છે.





