યુકેનુ વલણ ભેદભાવપૂર્ણ, અમે પણ જવાબી કાર્યવાહી કરીશુ, કોવિશિલ્ડ મુદ્દે ભારતે ઉચ્ચારી ચેતવણી

ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોનાની રસી કોવિશિલ્ડને માન્યતા ના આપીને ભેદભાવભર્યું વલણ અપનાવ્યું છે. ભારતે એમ પણ કહ્યું કે જો આનો કોઈ ઉકેલ નહીં આવે તો બદલો લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

યુકેનુ વલણ ભેદભાવપૂર્ણ, અમે પણ જવાબી કાર્યવાહી કરીશુ, કોવિશિલ્ડ મુદ્દે ભારતે ઉચ્ચારી ચેતવણી
Prime Minister Narendra Modi

ભારતમાં કોવિશિલ્ડ ( Covishield ) રસી મેળવનારા નાગરિકોને બ્રિટનમાં પ્રવેશ નહી આપવાના યુકેના નિર્ણય સામે ભારતે વિરોધ કરતા કહ્યુ છે કે, યુકે, કોવિશિલ્ડ મુદ્દે ભારત પ્રત્યે ભેદભાવભર્યુ વલણ દાખવી રહ્યું છે.

વિદેશ સચિવ ( foreign secretary ) હર્ષવર્ધન શ્રિંગલાએ આજે ​​જણાવ્યું હતું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો યુકે (UK) સરકારનો નિર્ણય “ભેદભાવપૂર્ણ” છે. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દો ભારતના “પારસ્પરિક પગલાં લેવાનો અધિકાર” ની અંદર આવે છે. તેમણે ઉમેર્યું કે, ‘કોવિશિલ્ડની ડી-રેકગ્નિશન એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યુકેની મુસાફરી કરતા ભારતના નાગરિકોને અસર કરે છે. વિદેશ સચિવે યુકેના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે, મને યુકે દ્વારા આશ્વાસન આપવામાં આવ્યુ છે કે આ મુદ્દાને ઉકેલવામાં આવશે.

યુકેએ પ્રવાસના નિયમો બદલ્યા 
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને તેના કોવિડ -19 અંગે મુસાફરોને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે તેણે એક નવા વિવાદને પણ જન્મ આપ્યો છે. બ્રિટન પર ભારત સામે ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભારત તરફથી આવતા મુસાફરો માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે યુકે સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે. આનું કારણ એ છે કે યુકેના નવા નિયમો હેઠળ ‘કોવિશિલ્ડ’ રસી લેનારાઓને રસીકરણ ગણવામાં આવશે નહીં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા રસી મેળવનારાઓને માન્યતા આપવામાં આવી છે.

ભારતની મોટાભાગની વસ્તી માટે કોવિશિલ્ડ
ભારતમાં મોટાભાગના લોકોને કોવિડશીલ્ડ રસી આપવામાં આવી છે. જ્યારે બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવી છે, છતાં મુસાફરો માટેની રસીની યાદીમાંથી ભારતને બહાર રાખવામાં આવ્યું છે. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU) ના પ્રમુખે જણાવ્યું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે. તેમને લાગે છે કે બ્રિટન દ્વારા આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને ઇયુમાં તેમના સમકક્ષો કરતાં અલગ વર્તન કરવામાં આવે છે. ત્યા કોવિશિલ્ડ રસી મેળવનારને પ્રવેશને પાત્ર ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ સત્તા માટે તાલિબાનનુ પોત પ્રકાશ્યુ, બરાદરને બનાવ્યા બંધક, અન્ય નેતાની કરાઈ હત્યા

આ પણ વાંચોઃ Canada Elections : જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીની સતત ત્રીજી વાર ચૂંટણીમાં જીત, જોકે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati