AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ‘ દરેક મિનિટ કિંમતી’

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના દુ:ખદ સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.'

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ' દરેક મિનિટ કિંમતી'
Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:40 PM
Share

Ukraine Russia War : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં(Kharkiv)  ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારને (Indian Government) તમામ ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વ્યૂહરચના ઘડવા હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે,વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) મંગળવારે એક ટ્વિટમાં મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાનગૌદાર કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું પુનરોચ્ચાર કરું છું કે ભારત સરકારને સલામત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે.દરેક મિનિટ કિંમતી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ નવીનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સરકારને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી બહાર કાઢવા માટે પણ વિનંતી કરી હતી.

પ્રિયંકા ગાંધીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દુ:ખની આ ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાના તમામ પ્રયાસો કરે.

આ પણ વાંચો  : UP Election: છઠ્ઠા તબક્કામાં સપાના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, રામ ગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ અને માતા પ્રસાદ સામે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચો  : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">