AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ગણતંત્ર દિવસ પર આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2 આતંકવાદીઓની કરી ધરપકડ

આતંકવાદીઓ ગણતંત્ર દિવસના શુભ અવસરે મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ભાલવા ડેરી પાસેથી મળેલા દસ્તાવેજો મુજબ બંને આતંકીઓ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાના હતા.

Delhi: ગણતંત્ર દિવસ પર આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2 આતંકવાદીઓની કરી ધરપકડ
Terrorist AttackImage Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 2:15 PM
Share

ગણતંત્ર દિવસના અવસર પર આતંકવાદીઓ દિલ્હીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. મળેલા ઈનપુટ્સના આધારે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝડપથી કાર્યવાહી કરી આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી. દિલ્હી પોલીસે જહાંગીરપુરીથી ધરપકડ કરેલા બે આતંકવાદીઓના પગેરું ભાલવા ડેરીમાં સ્થિત એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી છે. થોડા દિવસો પહેલા આ આતંકીઓએ આ બિલ્ડિંગમાં વ્યક્તિની પણ હત્યા કરી હતી. આતંકીઓએ આ હત્યાનો વીડિયો તેમના આકાને મોકલ્યો હતો.

આ પણ વાંચો: Australia: BAPS સ્વામીનારાયણ મંદિર પર ખાલિસ્તાની સર્મથકોએ કર્યો હુમલો, મંદિરની દિવાલ પર લખ્યા ભારત વિરોધી નારા

આ વીડિયોને દેશની ગુપ્તચર એજન્સીએ ઈન્ટરસેપ્ટ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જહાંગીર પુરીમાંથી બે શંકાસ્પદ ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તેમના કાવતરાનું કેન્દ્ર ભાલવા ડેરીમાં સ્થિત એક ઘર હતું.

પોલીસે આ આતંકીઓના રહેણાક ભાલવા ડેરી પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ ગણતંત્ર દિવસના અવસર પર કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ભાલવા ડેરી પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર બંને આતંકીઓ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાના હતા. આ માટે અર્શદીપે તેને ટાર્ગેટ આપ્યો હતો. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ અથવા તેના થોડા સમય પહેલા થવાની હતી.

ખાલિસ્તાની આતંકી અર્શદીપ દલા સાથે મળ્યું કનેક્શન

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદી જગજીત સિંહ કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડાલાના સંપર્કમાં હતો. તે ઘણા સમયથી અર્શદીપ માટે કામ કરતો હતો. ગયા અઠવાડિયે જ ગૃહ મંત્રાલયે અર્શદીપને આતંકવાદી જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે 2017થી ફરાર અર્શદીપ દલા KTF એટલે કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકવાદી છે. જ્યારે નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારનો સભ્ય છે અને તાજેતરમાં હત્યાના બે કેસમાં આજીવન કેદની સજા કાપીને બહાર આવ્યો છે.

યાકુબ અને નૌશાદની પૂછપરછ ચાલુ

જહાંગીર પુરીમાંથી પકડાયેલ આતંકવાદી જગજીત ઉર્ફે જસ્સા ઉર્ફે યાકુબ ઉર્ફે કપ્તાન મૂળ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે. જ્યારે નૌશાદ દિલ્હીનો રહેવાસી છે. બંને હાલ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. આ આતંકવાદીઓને ઓળખવા માટે શુક્રવારે રાત્રે પોલીસ ભાલવા ડેરીની શ્રદ્ધાનંદ વિસ્તારમાં પહોંચી હતી. અહીં તેણે ભાડે મકાન લીધું હતું.

આ આતંકવાદીઓ અહીં સભાઓ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં આ આરોપીઓએ થોડા દિવસ પહેલા કોઈ વ્યક્તિની હત્યા પણ કરી હતી. પોલીસે તેના રૂમમાંથી બે હેન્ડ ગ્રેનેડ, ત્રણ પિસ્તોલ અને 22 જીવતા કારતૂસ ઉપરાંત કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ વાંધાજનક સામગ્રી ગણતંત્ર દિવસની ઘટનાના આયોજન અંગે હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">