રાહુલ ગાંધી બાદ ટ્વિટરે કોંગ્રેસની ડિજિટલ ચેનલ ‘INC TV’ ના એકાઉન્ટને કર્યું લોક

આજે યુથ કોંગ્રેસ (IYC) ના કાર્યકરોએ રાહુલ ગાંધીના એકાઉન્ટને ફરીથી શરૂ કરવા માટે ટ્વિટર ઓફિસ સામે પ્રદર્શન કર્યું હતું.ઉપરાંત યુથ કોંગ્રેસે ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો કે, રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કોના ઈશારે લોક કરવામાં આવ્યુ છે?

રાહુલ ગાંધી બાદ ટ્વિટરે કોંગ્રેસની ડિજિટલ ચેનલ 'INC TV' ના એકાઉન્ટને કર્યું લોક
Rahul Gandhi (File Photo)

ટ્વિટરે કોંગ્રેસની ડિજિટલ ચેનલ ‘INC TV’નું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દીધું છે. ટ્વિટરે અહેવાલ આપ્યો છે કે, INC ટીવીએ ટ્વિટરના નિયમોનું (Twitter Guideline) ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul gandhi)ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ શનિવારથી ટ્વિટર પર કોઈ પોસ્ટ (Post) કરી નથી. ત્યારે આજે યુથ કોંગ્રેસ (Indian Youth Congress) ના કાર્યકરોએ રાહુલ ગાંધીના એકાઉન્ટને ફરીથી શરૂ કરવા માટે ટ્વિટર ઓફિસ સામે પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસે ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો કે, રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કોના ઈશારે લોક કરવામાં આવ્યુ છે?

રાહુલ ગાંધી ટ્વીટ કરવા માટે અસમર્થ

કોંગ્રેસે શનિવારે તેના ટ્વિટર હેન્ડલ (Twitter )પરથી ટ્વીટ કર્યું હતું કે, “રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરવામાં આવ્યું છે અને તેને ફરીથી શરૂ કરવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં સુધી રાહુલ ગાંધીનું એકાઉન્ટ (Twitter Account) ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી તે સોશિયલ મીડિયાના (Social Media)અન્ય પ્લેટફોર્મ દ્વારા તમારી સાથે જોડાયેલ રહેશે અને લોકો માટે અવાજ ઉઠાવવાનું અને તેમની લડાઈ લડવાનું ચાલુ રાખશે.”

આ અંગે ટ્વિટરે જણાવ્યું હતુ કે, જો કોઈ એકાઉન્ટ સસ્પેન્ડ (Suspend) કરવામાં આવે તો લોકો તેને જોઈ શકાતુ નથી. બાદમાં અન્ય એક ટ્વિટમાં કોંગ્રેસે કહ્યું કે, “એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરવામાં આવ્યું છે.” જ્યારે ન્યૂઝ એજન્સી PTI અનુસાર, રાહુલ તેમના એકાઉન્ટમાં લોગઈન (Login) કરી શકે છે, પરંતુ રિટ્વીટ (Retweet)  કરી શકતા નથી અને કોઈ પણ તસવીર કે વીડિયો (Video)પણ શેર કરી શકતા નથી.

 

આ પણ વાંચો: Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

આ પણ વાંચો: પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો રીલીઝ કર્યો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati