Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ

અનુષ્કા અને વિરાટનો 3 મિલિયનથી વધુ લાઇક્સનો રેકોર્ડ છે, પ્રિયંકા ચોપરાના લગ્નના ફોટાને 5 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે, જે કેટરિના વિકીની પોસ્ટ પર મળેલી પ્રતિક્રિયા કરતા ઘણી ઓછી છે.

Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ
Katrina Kaif and Vicky Kaushal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 6:54 PM

કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. સ્ટાર કપલે ભલે આ લગ્નને ખાનગી રાખ્યા હોય, પરંતુ મીડિયા અને આ જોડીના ચાહકોની નજર આ લગ્ન પર ટકેલી રહી. જ્યાં સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ નવવિવાહિત કપલને તેમની શુભેચ્છાઓ મોકલી હતી, ત્યારે ચાહકોએ પણ નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી.

લગ્નના થોડા કલાકો પછી, કેટરિના અને વિકીએ તેમના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા એક ખાસ કેપ્શન આપ્યું હતું. ‘અમારા હૃદયમાં ફક્ત પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ ક્ષણ સુધી લાવી છે. તમારા બધાના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છા લઇ અમે સાથે મળીને આ નવી યાત્રા શરૂ કરીએ છીએ. જે બાદ આ નવવિવાહિત કપલના ફોટા પર લાઈક્સનું પૂર આવ્યુ હતુ.

રિપોર્ટ્સ અનુસાર, આ ફોટો પર 1 દિવસમાં 1 કરોડથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. ખાસ વાત એ છે કે આ રેસમાં કેટરિના અને વિકીએ વિરાટ-અનુષ્કા અને પ્રિયંકા-નિક જોનાસને પાછળ છોડી દીધા છે. અનુષ્કા અને વિરાટનો 3 મિલિયનથી વધુ લાઇક્સનો રેકોર્ડ છે, પ્રિયંકા ચોપરાના લગ્નના ફોટાને 5 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે, જે કેટરિના વિકીની પોસ્ટ પર મળેલી પ્રતિક્રિયા કરતા ઘણી ઓછી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેટરિના તેના લુક માટે પણ ચર્ચામાં છે, કેટરિના સબ્યસાંચીના લાલ લહેંગા અને ટ્રેડિશનલ જ્વેલરીમાં અદ્ભુત દેખાતી હતી. રિપોર્ટ્સ અનુસાર, તેના લહેંગાની કિંમત 17 લાખ જણાવવામાં આવી રહી છે, તેના બ્રાઇડલ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, વિક્કીનો વરરાજાનો અવતાર પણ ચર્ચામાં છે.

કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નની વિધિ રાજસ્થાનની 700 વર્ષ જૂની સિક્સ સેન્સ ફોર્ટ હોટેલમાં થઈ હતી. જેમાં બંનેએ પોતાની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને હાઈ સિક્યુરિટી રાખી હતી.  કેટરિના અને વિકી એ પણ ઇચ્છતા હતા કે તેમના લગ્ન અને સંબંધિત ધાર્મિક વિધિઓની એક પણ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ન આવે, જેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એવું લાગે છે કે તેમના લગ્નને મીડિયાની નજરથી છુપાવવું આ કપલની સફળ વ્યૂહરચના સાબિત થઈ. ફેન્સ તેમના લગ્નના દરેક અપડેટની ક્ષણે ક્ષણે રાહ જોતા હતા.

આ પણ વાંચો –

કોંગ્રેસ મહાસચિવનો અનોખો અંદાજ : આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા પ્રિયંકા ગાંધી, જુઓ VIDEO

આ પણ વાંચો –

કેરળના ફિલ્મ મેકર અલી અકબરે ઇસ્લામ છોડવાની જાહેરાત કરી, જનરલ બિપિન રાવતના નિધન પર ખુશી મનાવનાર લોકોના વિરોધમાં લીધો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">