Tv9 Polstrat Opinion Poll: રાજસ્થાનમાં BJPને લાગી શકે છે ઝટકો, આ દિગ્ગજ હારે તો નવાઈ નહીં

|

Apr 16, 2024 | 8:10 PM

પ્રથમ તબક્કાના મતદાન પહેલા TV9, Peoples Insight, Polstrat નો સર્વેના પરિણામ સામે આવી ગયા છે. રાજસ્થાનમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જણાવતા પહેલા, તમને જણાવી દઈએ કે આ સર્વે આશરે 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ છે. રાજસ્થાનની વાત કરીએ તો સર્વે કહે છે કે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને 6 બેઠકોનું પર નુકસાન થઈ રહ્યું છે.

Tv9 Polstrat Opinion Poll: રાજસ્થાનમાં BJPને લાગી શકે છે ઝટકો, આ દિગ્ગજ હારે તો નવાઈ નહીં

Follow us on

પ્રથમ તબક્કાના મતદાન પહેલા TV9, Peoples Insight, Polstrat નો સર્વેના પરિણામ સામે આવી ગયા છે. રાજસ્થાનમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જણાવતા પહેલા, તમને જણાવી દઈએ કે આ સર્વે આશરે 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ છે. જેમાં 1 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે.

રાજસ્થાનની વાત કરીએ તો, સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની કુલ 25 લોકસભા સીટોમાંથી ભાજપને 6 બેઠકો પર નુકસાન થઈ રહ્યું છે. તેમજ ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરથી હારી રહ્યા છે. આ સાથે કોંગ્રેસને કેટલીક બેઠકો મળતી જોવા મળી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપને 19 બેઠકો મળે તેમ લાગી રહ્યું છે.

ભાજપ- 19 કોંગ્રેસ – 02 RLTP- 01 CPI(M) – 01 BAP – 01 અન્ય – 01

જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

રાજસ્થાનનો ઓપિનિયન પોલ (મતની ટકાવારી)

NDA-48.59 ઈન્ડિયા એલાયન્સ-39.19 અન્ય- 2.70 નક્કી નથી – 9.52

ગેહલોતને મોટો ફટકો પડી શકે

સર્વે દર્શાવે છે કે આ વખતે NDAને અહીં 48.59 ટકા વોટ મળી શકે છે. ઈન્ડિ ગઠબંધનને 39.19 ટકા વોટ મળી શકે છે. અહીં મોટી બેઠકોની વાત કરીએ તો ગંગાનગર લોકસભા સીટ પરથી ભાજપ જીતી શકે છે. દૌસામાં કોંગ્રેસ પ્રબળ બની શકે છે.

જો ઉદયપુર ભાજપના ખાતામાં આવી શકે છે તો સીકર સીપીઆઈ(એમ) જીતી શકે છે. કોટા બેઠક પર ભાજપ તો જોધપુરમાં કોંગ્રેસ વિજય મેળવી શકે છે. આ બધાની વચ્ચે અશોક ગેહલોતને જાલોનથી પુત્રની હારના રૂપમાં મોટો ફટકો પડી શકે છે.

Next Article