AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત

વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું હતુ.

ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત
External Affairs Minister S Jaishankar and Maldives President Ibrahim Mohamed Solih
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:14 AM
Share

ભારત અને માલદીવ શનિવારે એકબીજા દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 રસીના પ્રમાણપત્રોને (Covid 19 Vaccine Certificate) પરસ્પર માન્યતા આપવા સહમત થયા હતા. આ પગલાથી બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બનશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. માલદીવના (Maldiv) વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (DR S Jaishankar) માલદીવને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સફળતા મેળવવાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે આજે કોવિડ-19 પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા ભારત અને માલદીવ વચ્ચેની (India Maldiv Relations) મુસાફરીને સરળ બનાવશે. તમને જણાવી દઈએ કે માલદીવમાં પ્રવાસીઓ માટે ભારત ટોચનું સ્થાન ધરાવે છે.

 ભારત અને માલદીવ વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાઈરસ રોગચાળા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહના માર્ગદર્શન હેઠળ અમારા સંબંધોમાં આ વર્ષે ઝડપી પ્રગતિ જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્ષેત્રમાં સ્થિરતા છે, અમારી સહિયારી જવાબદારી તેને પોષશે અને સંબધોને વધુ મજબૂત કરશે.

માલદીવના વિદેશ મંત્રીએ એરપોર્ટ પર એસ જયશંકરનું સ્વાગત કર્યું

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમારી પારદર્શક વિકાસ ભાગીદારી માલદીવની જરૂરિયાત અને પ્રાથમિકતા પર આધારિત છે અને આજે તે વધીને 2.6 ડોલર બિલિયન થઈ ગઈ છે. ભારતે ગયા વર્ષે માલદીવને કોવિશિલ્ડ રસીના બે લાખથી વધુ ડોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું.

દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પ્રયાસ

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ સાથે મળીને હાથ ધરવામાં આવી રહેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે સંખ્યાબંધ કરારો પર હસ્તાક્ષર કરશે.

આ પણ વાંચો :  Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા

આ પણ વાંચો : Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">