Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે.
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ (terrorists) તેમની નાપાક હરકતો બંધ કરી રહ્યા નથી. શનિવારે બડગામના (Chattabugh area of Budgam) ચટ્ટાબાગ વિસ્તારમાં આતંકવાદીઓએ એક વિશેષ પોલીસ અધિકારીની (Special Police Officer) ગોળી મારીને હત્યા કરી હતી. ગોળી વાગ્યા બાદ એસપીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. તે જ સમયે આતંકવાદીઓએ તેના ભાઈને પણ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
આ પહેલા ગયા સોમવારે કાશ્મીર ખીણના બડગામમાં આતંકવાદીઓએ એક નિર્દોષ સ્થાનિક નાગરિકની હત્યા કરી હતી. તજમુલ મોહિઉદ્દીનની બડગામ જિલ્લાના ગોતપોરા વિસ્તારમાં તેના ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક સંક્ષિપ્ત અથડામણમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થયો હતો જ્યારે એક આતંકવાદી ઘાયલ થયો હતો.
Jammu & Kashmir | A Special Police Officer (SPO) shot at and injured by terrorists in the Chattabugh area of Budgam, his brother was also injured; they've been shifted to a hospital. Security forces cordoned off the area. Further details awaited: Police
— ANI (@ANI) March 26, 2022
ઘાટીમાં આતંકવાદીઓનું નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીને કારણે જ આતંકવાદીઓ બોખલાયા છે. આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી હતી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા
તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારાને લઈને 2018 માં થયેલી 417 આતંકી ઘટનાઓ ઘટીને 2021 માં 229 થઈ અને 2018માં શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા 91 થી ઘટીને 2021 માં 42 થવા બદલ પ્રશંસા કરી હતી. અમિત શાહે આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય કાર્યવાહી અને તેમને સુરક્ષિત આશ્રય અથવા આર્થિક મદદ ન આપવા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર