AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકાની મુલાકાતે, BIMSTEC બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વિકાસ સહયોગ સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ દરમિયાન તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે જે ભારત સમર્થિત પ્રોજેક્ટ હશે.

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકાની મુલાકાતે, BIMSTEC બેઠકમાં ભાગ લેશે
External Affairs Minister S Jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 4:48 PM
Share

વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) તેમના સમકક્ષોના આમંત્રણને પગલે આજથી 30 માર્ચ સુધી માલદીવ અને શ્રીલંકાની (Maldives and Sri Lanka) ચાર દિવસીય મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, એસ જયશંકર 26 થી 27 માર્ચ સુધી બે દિવસીય પ્રવાસ માટે આજે માલદીવ પહોંચશે, ત્યારબાદ 28 માર્ચથી શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાત લેશે જેમાં તેઓ 29 માર્ચે BIMSTEC મંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી માલદીવના અડૂ શહેરની મુલાકાત લેશે જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને મળશે અને માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા શાહિદ સાથે પણ બેઠક કરશે.

વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વિકાસ સહયોગ સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ દરમિયાન તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે જે ભારત સમર્થિત પ્રોજેક્ટ હશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત માલદીવના સામાજિક-આર્થિક વિકાસમાં તેના યોગદાનને પ્રોત્સાહન આપશે અને તેની સુરક્ષા વધારવા પર પણ ભાર આપશે.

ભારત શ્રીલંકા સાથે સહયોગ વધારશે

જયશંકરની શ્રીલંકાની મુલાકાત, જે 28 માર્ચથી શરૂ થાય છે, તે ગયા વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકાના નાણા પ્રધાન બાસિલ રાજપક્ષે અને આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના વિદેશ પ્રધાન જીએલ પીરીસની ભારતની મુલાકાતોને અનુસરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રીલંકામાં વિદેશ મંત્રીની દ્વિપક્ષીય બેઠકો અને વાર્તાલાપ એ વાતને ઉજાગર કરે છે કે શ્રીલંકા ભારતને જે પ્રાથમિકતા આપે છે.

મંત્રાલયે કહ્યું કે ‘માલદીવ અને શ્રીલંકા’ બંને ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓ છે. મહાસાગર ક્ષેત્ર અને વડાપ્રધાનના ‘સાગર’ અને ‘નેબરહુડ ફર્સ્ટ’ના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેના કારણે ભારત શ્રીલંકામાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

BIMSTEC કોન્ફરન્સ શ્રીલંકામાં યોજાશે

તમને જણાવી દઈએ કે આ વખતે શ્રીલંકા 5મી BIMSTEC સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર BIMSTEC મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. BIMSTEC (By of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) એ બંગાળની ખાડીના પ્રાદેશિક દેશોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં ભારત, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, થાઈલેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના અધ્યક્ષ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભૂતકાળમાં શ્રીલંકાના નાણામંત્રી અને વિદેશ મંત્રી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Hike: સતત પાંચમાં દિવસે વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, નીતિન ગડકરીએ જણાવ્યું ઈંધણના ભાવ વધવાનું કારણ

આ પણ વાંચો : ‘નરેન્દ્ર મોદી’ના જીવનની પ્રેરણાદાયી ક્ષણોને એકસાથે લાવવા માટે સ્વયંસેવકની પહેલ , મહાત્મા ગાંધીની પૌત્રીએ કર્યું ‘ધ મોદી સ્ટોરી’નું ઉદ્ઘાટન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">