AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેન-બસ રોકી દેવાઈ, ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ બાખડ્યા, 6 રાઉન્ડ ફાયરિંગ, 12 કલાકના બંગાળ બંધને લઈને મચ્યો હોબાળો

કોલકાતાની દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું છે. ભાજપ મમતા સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. પશ્ચિમ બંગાળમાં હંગામા માટે ટીએમસીએ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા એકશનને લઈને ભાજપે બંધનું એલાન આપ્યું છે. સાથે જ મમતા સરકારે ભાજપના બંધને મંજૂરી આપી નથી.

ટ્રેન-બસ રોકી દેવાઈ, ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ બાખડ્યા, 6 રાઉન્ડ ફાયરિંગ, 12 કલાકના બંગાળ બંધને લઈને મચ્યો હોબાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2024 | 2:17 PM
Share

કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ રાજ્યની મમતા બેનર્જી સરકાર, ભારતીય જનતા પાર્ટીના નિશાને છે. ભાજપ સીએમ મમતા બેનર્જીને તમામ પ્રકારે ઘેરવામાં વ્યસ્ત છે. દરમિયાન ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક માટે બંધનું એલાન આપ્યું છે. મંગળવારે રાજ્ય સચિવાલય નબન્ના સુધીની કૂચમાં ભાગ લેનારાઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે, રાજ્યપાલને પત્ર લખીને વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે.

જોકે, મમતા બેનર્જીની સરકારે ભાજપ પ્રેરિત બંધને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ સરકારે લોકોને ભાજપના બંધમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. સરકારે નોટિસ જાહેર કરીને કહ્યું છે કે, તમામ કર્મચારીઓએ ઓફિસમાં આવવું પડશે. કોઈ રજા નહીં, આકસ્મિક રજા મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ યોગ્ય કારણો વિના ઓફિસમાં નહીં આવે તો તેને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.

ભાજપ દ્વારા અપાયેલ બંગાળ બંધના અપડેટ્સ

  • ભાજપના નેતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાટપરા ભાજપના નેતાના વાહન પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજેપી નેતા પ્રિયાંશુ પાંડેની કાર પર ફાયરિંગ કરવાનો આરોપ લાગ્યો છે.
  • બંગાળ બંધ દરમિયાન ભાજપના નેતા અર્જુન સિંહ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.
  • તૃણમૂલ કાર્યકરો કોલકાતાના કૃષ્ણનગરમાં પોસ્ટ ઓફિસના ચોક પાસે બાળકોની શાળાની સામે ઉભા હતા. જ્યારે ભાજપના કાર્યકરો બંધના સમર્થનમાં કૂચ કરી રહ્યા હતા આ સમયે તૃણમૂલના કાર્યકરોએ કથિત રીતે તેમની કૂચ પર હુમલો કર્યો હતો. આ પછી ટીએમસી અને બીજેપી સમર્થકો વચ્ચે લાકડીઓ ઉછળી હતી.
  • ઉત્તર બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NBSTC) બસોના ડ્રાઈવરો ઉત્તર દિનાજપુરમાં હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. એક બસ ડ્રાઈવરે કહ્યું, “અમે હેલ્મેટ પહેરી રહ્યા છીએ, કારણ કે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. સરકારે અમને સલામતી માટે હેલ્મેટ પહેરવાનો આદેશ આપ્યો છે.”
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે આજે હું તૃણમૂલ છાત્ર પરિષદનો સ્થાપના દિવસ મારી બહેનને સમર્પિત કરું છું, જેમનું થોડા દિવસ પહેલા આર જી કર હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું. અને જે બહેનને નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને જેઓ ત્વરિત ન્યાયની માંગણી કરી રહ્યા છે, તેમજ દેશભરની તમામ ઉંમરની મહિલાઓ કે જેઓ આવા અમાનવીય કૃત્યોનો ભોગ બન્યા છે તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. વિદ્યાર્થીઓ અને યુવાનોની મોટી સામાજિક ભૂમિકા છે. સમાજ અને સંસ્કૃતિને જાગૃત રાખીને નવા દિવસનું સપનું આપવાનું અને નવા દિવસના ઉજ્જવળ સંકલ્પો સાથે દરેકને પ્રેરણા આપવાનું કામ વિદ્યાર્થી સમાજનું છે. આજે હું તે બધાને આ પ્રયાસમાં પ્રોત્સાહિત અને પ્રતિબદ્ધ બનવા અપીલ કરું છું. મારા પ્રિય, સ્વસ્થ રહો, ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ રહો.
  • ટીએમસી નેતા નારાયણ ઘોષે કહ્યું કે, ભાજપ ગરીબોને પરેશાન કરવા માંગે છે. તેઓ પશ્ચિમ બંગાળમાં લૂંટ કરવા આવ્યા છે. સામાન્ય અને ગરીબ લોકો મમતા બેનર્જીની સાથે છે. પશ્ચિમ બંગાળને આવા કાર્યો કરીને રોકી શકાય નહીં.

જેપી નડ્ડાએ મમતા બેનર્જી પર કર્યા પ્રહારો

કોલકાતાની ઘટનાને લઈને મમતા સરકાર ચારેબાજુથી ઘેરાઈ રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે, બંગાળમાં દીકરી પ્રત્યે ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. જ્યારે, TMC નેતા કુણાલ ઘોષે કહ્યું છે કે, અમે પણ ઇચ્છીએ છીએ કે ન્યાય મળે, હવે બધું CBIના હાથમાં છે.

કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ ગંભીર ગુના સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે નબાન્ના અભિયાન અંતર્ગત હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આંદોલનકારીઓ પર પાણીનો છંટકાવ પણ કર્યો. આ દરમિયાન 25થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે 100 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી અને કોલકાતાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા કેસ નોંધ્યા હતા.

બંગાળના રાજ્યપાલે શું કહ્યું?

પોલીસ અને જનતા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે કોલકાતાની શેરીઓમાં જે જોવા મળ્યું તેના પર બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કહ્યું કે, લોકશાહી માટે આનાથી ખરાબ કંઈ ન હોઈ શકે. લોકો તિરંગા સાથે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ મમતા સરકાર લોકોના લોકતાંત્રિક અધિકારો અને રાષ્ટ્રીય ભાવનાઓ સાથે રમત કરી રહી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દિલ્હી ચલોનો નારો આપ્યો હતો, પરંતુ અહીંના લોકો ન્યાય માટે નબન્ના ચલોનો નારો આપી રહ્યા છે. જંગલ રાજ અને ગુંડા રાજને લોકોના દિલોદિમાગમાંથી ખતમ કરી દેવા જોઈએ. બંગાળ શાંતિપૂર્ણ રાજ્ય બનવું જોઈએ.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">