ખેડૂત આંદોલન સાથે જોડાયેલો ટૂલકિટ કેસ, કોર્ટે દિશા રવિને આપ્યા જામીન

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિશાને એક લાખના શરતી બોન્ડ પર જામીન આપ્યા છે.

  • TV9 Webdesk13
  • Published On - 22:29 PM, 23 Feb 2021
Toolkit case linked to farmers' movement, court grants bail to Disha Ravi
Disha Ravi

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિશાને એક લાખના શરતી બોન્ડ પર જામીન આપ્યા છે. આમ, 9 દિવસ પછી દિશાને જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે આ જ કેસમાં સહ આરોપી શાંતનું મુલુકે પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

આ વિશે બુધવારે સુનાવણી થવાની છે. ગઈ સુનાવણીમાં કોર્ટે દિલ્હી પોલીસને પુછ્યું હતું કે, તમારી પાસે શુ પુરાવા છે કે ટૂલકિટ અને 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં કોઈ કનેક્શન છે? આ વિશે દિલ્હી પોલીસે જણાવ્યું કે, અત્યારે તપાસ ચાલી રહી છે. અમે તેની તપાસ કરીશું.

પોલીસે કોર્ટેને કહ્યું હતું કે, ભારતને બદનામ કરવાના ગ્લોબલ કાવતરાંમાં દિશા પણ સામેલ છે. તેણે ખેડૂત આંદોલનના પડદા પાછળ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો છે. દિશાએ ટૂલકિટ બનાવી અને શેર કરી. તે ઉપરાંત તે ખાલિસ્તાનની વકાલત કરનારના સંપર્કમાં પણ આવી. જોકે દિશાના વકિલે આ આરોપેને નિરાધાર ગણાવ્યા છે.