બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

આજે બપોર બાદ કુંભ રાશિમાં ચંદ્ર આવતા મેષ, વૃષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. આ રશિના નોકરિયાત વર્ગને અધિકારીઓની મદદ મળી શકે છે. નવવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે. રોકાયેલા નાણા મળવાના યોગ બની રહ્યાં છે. આ આઠ […]

TV9 Web Desk

|

Jan 10, 2019 | 5:32 AM

આજે બપોર બાદ કુંભ રાશિમાં ચંદ્ર આવતા મેષ, વૃષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે.

આ રશિના નોકરિયાત વર્ગને અધિકારીઓની મદદ મળી શકે છે. નવવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે. રોકાયેલા નાણા મળવાના યોગ બની રહ્યાં છે.

આ આઠ રાશિઓને લેવડ-દેવડ તથા રોકાણમાં ભાગ્યનો પણ સાથ મળી શકે છે. બીજી બાજુ બાકીની 4 રાશિઓના જાતકોએ સાચવીને રહેવું પડશે.

મેષ

વ્યાપાર સંબંધિત તમામ કાર્યો માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થશે. શૅર-સટ્ટામાં સાચવીને રોકાણ કરવાથી આર્થિક લાભ મળી શકે. જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા થઈ શકે છે.

વૃષભ

આજનો દિવસ આપના માટે અનુકૂળતા અને પ્રતિકૂળતા સાથે મિસ્રિત રહેશે. વેપારીઓ સાથે લેવડ-દેવડની બાબતમાં કરાયેલી યાત્રાથી લાભ થશે. બાળકોની પ્રગતિથી આપને પ્રસન્નતા થશે. ગૃહસ્થ જીવન આનંદપૂર્વક વીતશે. અગ્નિ અને જળથી સાવચેત રહો. અચાનક યાત્રા ટાળો,.

મિથુન

નકારાત્મક વિચારોથી દૂર રહો. ખાન-પાનનું ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે સાવધાની વરતો. આકસ્મિક ધન ખર્ચનો યોગ બને છે. માનસિક રીતે પરેશાની અનુભવી શકો. ધનનો ખર્ચ વધુ ન થાય, તેનું ધ્યાન રાખો. બધુ શુભ થશે.

કર્ક

 

આજે આપ સ્વાદિષ્ટ ભોજન, સારા વસ્ત્ર અને વિપરીત લિંગની વ્યક્તિઓનો સાથ પામી અત્યંત ખુશ રહેશો. આર્થિક પક્ષ મજબૂત રહેશે. નોકરી-ધંધામાં પરિસ્થિતિઓ આપના પક્ષમાં હશે. ક્રોધ પર કાબૂ રાખો અને નવા કામની શરુઆત ટાળો.

સિંહ

વ્યવસાયમાં ધન સંબંધિત આયોજન કરવાનો પણ યોગ પ્રબળ છે. વિદેશમાં સ્થિત વ્યવસાયીજનોથી લાભ મળશે. આકસ્મિક ધન ખર્ચ થઈ શકે. ભાગીદારો સાથે આંતરિક મતભેદ થઈ શકે, પરંતુ પરિસ્થિતિ આપને અનુકૂળ રહેશે. ક્રોધ પર નિયંત્રણ રાખો. કોઈ નવા કામની શરુઆત ન કરો.

કન્યા

આજન દિવસ અત્યંત આનંદમય સાબિત થશે. આભૂષણોની ખરીદી કરશો. સાથે જ કળા પ્રત્યે ઝોક વધશે. વેપારમાં આજનો દિવસ ખૂબ જ શુભ છે. ઑફિસમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે.

તુલા

આજનો દિવસ આપના માટે મધ્યમ ફળદાયી રહેશે. શારીરિક અને માનસિક રીતે પરેશાની અનુભવી શકો. માનહાનિનો યોગ છે. મધ્યાહ્ન બાદ શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં સુધારો થશે. સૃજનાત્મક તથા કળાત્મક કાર્યોનો ભાગ બનશો.

વૃશ્ચિક

સંપત્તિ સંબંધી કાર્યો અને ગૃહસ્થ જીવનના પ્રશ્નોનો સમાધાન મળી જશે. વ્યવસાયીજનો માટચે આજનો દિવસ અનુકૂળ છે. ભાઈ-બંધુઓનો વ્યવહાર સહકારપૂર્ણ રહેશે. હરીફો પર્સાત થશે. મધ્યાહ્ન બાદ શારીરિક અને માનસિક પ્રતિકૂળતાઓ રહેશે. વ્યાવહારિક જીવનમાં અપયશ મળવાની શંકા છે. ધન હાનિનો યોગ છે.

ધન

અંગત સંબંધીઓ સાથે વાદ-વિવાદથી બચો. આરોગ્ય સારું રહેશે. આજનો દિવસ આધ્યાત્મિક કાર્યો માટે બહુ સારો છે. આર્થિક લાભ પણ થશે. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મધ્યાહ્ન બાદ મનમાં જે દુવવિધા છે, તેનો સમાધાન મળી જશે. શરીર તથા મન બંને સ્વસ્થ રહેશે. શત્રુ નિષ્ફળ થશે.

મકર

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં વધુ મન લાગશે. વ્યવસાય અને વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. તમામ કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થશે. જીવનમાં પણ આનંદના અવસર વધશે. બપોર બાદ વિચારોમાં નકારાત્મકતા હાવી થઈ શકે છે, તેનાથી બચો. શૅર-સટ્ટામાં રોકાણનો યોગ છે.

કુંભ

ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ ધન ખર્ચનો પ્રબળ યોગ છે. સંબંધીઓ અને મિત્રો સાથે વાદ-વિવાદ થઈ શકે. વ્યવહારમાં આધ્યાત્મિકતા જોવા મળશે. મધ્યાહ્ન બાદ તમામ કાર્યો સરળતાથી સંપન્ન થશે. ઑફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. માનસિક રીતે શાંતિ અનુભવશો.

મીન

વ્યાસાયિક તથા અન્ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભપ્રદ છે. વિવાહ સંબંધી પ્રવૃત્તિઓ તીવ્ર બનશે. પ્રવાસ પર જઈ શકો. મિત્રો પાસેથી ઉપહાર મળવાનો પણ યોગ છે. મધ્યાહ્ન બાદ દરેક કાર્યમાં સાવચેતી રાખો. આજે વધુ શ્રમ કરવા છતાં આપને પરિણામ ઓછું મળવાની સંભાવના છે. અધ્યાત્મ પ્રત્યે ઝુકાવ રહેશે.

[yop_poll id=539]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati