AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે ગજબ ! ખેતરમાં પાકને ના લાગે ખરાબ નજર, એટલે ખેડૂતે લગાવ્યા સની લિયોનીના ફોટા

આંધ્રપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા માટે પોતાના ખેતરોમાં સની લિયોનના પોસ્ટરો લગાવ્યા છે.

| Updated on: Nov 28, 2025 | 3:48 PM
Share

મોટાભાગના ખેડૂતો તેમના પાકને બચાવવા માટે જંતુનાશકો અને વાડ જેવી તકનીકોનો ઉપયોગ કરે છે. જોકે, આંધ્રપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા માટે પોતાના ખેતરોમાં સની લિયોનના પોસ્ટરો લગાવ્યા છે.

પાકને ખરાબ નજરથી બચાવ્યા લગાવ્યા સની લિયોનના ફોટા

આ અસામાન્ય ઘટના રાજ્યના નેલ્લોર જિલ્લાના બાંદાકિંડીપલ્લી ગામમાં બની છે. સની લિયોનના પોસ્ટરથી પોતાનો પાક બચાવવાનો દાવો કરનાર ખેડૂતનું નામ એ. ચેન્ચુ રેડ્ડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડ્ડીએ કહ્યું કે તેણે પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા માટે ઘણી યુક્તિઓ અજમાવી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ.

એક મિત્રએ તાજેતરમાં સની લિયોનના પોસ્ટરો લગાવવાનું સૂચન કર્યું હતું, જેનાથી સારો પાક થયો છે. પોતાના પાકને વિનાશથી બચાવવા માટે, એ. ચેન્ચુ રેડ્ડીએ પોતાના ખેતરોમાં સની લિયોનના એક નહીં, પરંતુ બે ચિત્રો લગાવ્યા છે.

ખેડૂતે કહ્યું લોકો સનીને જોશે આથી પાકને નજર નહી લાગે

ખેડૂત એ. ચેન્ચુ રેડ્ડીએ મીડિયાને જણાવ્યું કે તેમના ગામ નજીક રસ્તાના કિનારે તેમની પાસે લગભગ 10 એકર જમીન છે. તેઓ ઘણા વર્ષોથી ત્યાં ખેતી કરે છે. રેડ્ડીએ સમજાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના પાક સારો થતો ન હતો. તેમણે કહ્યું કે તેમણે ઘણી યુક્તિ અજમાવી, પરંતુ કંઈ કામ ન આવ્યું. તેથી, એક મિત્રના આગ્રહથી, રેડ્ડીએ સની લિયોનનો ફોટો મૂકવાનું નક્કી કર્યું. રેડ્ડીએ એમ પણ કહ્યું, “લોકોને સની લિયોન ગમે છે. આ સ્થિતિમાં, લોકો પાકને નહીં, પણ સની લિયોન તરફ જોશે. આનાથી મારો પાક ખરાબ નજરથી બચી જશે.

ફોટા લગાવ્યા પછી થયો સારો પાક

આ સિવાય તેણે એ પણ કહ્યું કે આમ કર્યા બાદ તેના ખેતરમાં સારો પાક થયો છે અને આ વર્ષે તેને પાકથી સારો ફાયદો પણ થયો છે. હવે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">