અટકવાનું નામ નથી લઈ રહ્યો ‘નૂપુર શર્મા’ વિવાદ, સમર્થનમાં પોસ્ટ કરનાર વધુ એક યુવકને મળી ધમકી
મધ્યપ્રદેશના સિહોરમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને(Nupur Sharma) સમર્થન આપવા બદલ એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ સ્ટેશને પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Madhya Pradesh: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના (Nupur Sharma) સમર્થનમાં પોસ્ટ પર ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે મધ્યપ્રદેશના સિહોરમાંથી મામલો સામે આવ્યો છે. અહીં રહેતા એક યુવકને ધમકીઓ મળી છે. પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ સ્ટેશને પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવકે સોશિયલ મીડિયા પર નૂપુર શર્મા(Nupur sharma controversy)ને સમર્થન કરતી એક પોસ્ટ મૂકી હતી. બાદમાં કેટલાક લોકો તેને મારવા માટે તેના ઘરે પણ આવ્યા હતા. જો કે સદનસીબે આ યુવક ન મળતા તેના પાડોશીને ધમકી આપીને આરોપી નાસી છૂટ્યો હતો.
અહેવાલો અનુસાર મામલો સિહોર જિલ્લાનો છે. અહીંના રહેવાસી રોહિત સાલ્વીએ 11 જૂને નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. ત્યારથી યુવકની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. તમને જણાવવુ રહ્યું કે ધમકી આપવા આવેલા લોકો પડોશીને રોહિત સમજીને ધમકી આપીને ભાગી ગયા હતા. બાદમાં જ્યારે રોહિત ઘરે આવ્યો ત્યારે તેના પાડોશીએ કહ્યું કે કેટલાક લોકો તેને મારવા આવ્યા છે, બાદમાં રોહિતે આ અંગે કોતવાલી પોલીસ સ્ટેશનમાં (Kotwal police station) ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે આરોપી સાહિલ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ, કલમ 294, 506, 34 હેઠળ શહેરના રહેવાસીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
નૂપુર શર્માના એક નિવેદનથી વિવાદ વણસ્યો
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાંથી (Bhartiya janta party) સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ઠેર ઠેર વિરોધ નોંધાયો હતો. સૌથી પહેલા 10 જૂને શુક્રવારની નમાજના દિવસે ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં હંગામો થયો હતો.
હજુ તો આ વિવાદની આગ થોડી ઠંડી પડી રહી હતી કે નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપવા બદલ રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં એક દરજીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. જે બાદ વિવાદ વધુ વણસ્યો. ત્યારબાદ આ જ રીતે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશના યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.