G20: બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા, આ છે કારણ-Watch Video

9 સપ્ટેમ્બર જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ બે દિવસીય G20 સમિટમાં ભાગ લેવા શનિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા છે.

G20: બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા, આ છે કારણ-Watch Video
Brazilian President arrived with his wife
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 2:35 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ શુક્રવારે જ કોન્ફરન્સ માટે નવી દિલ્હી આવ્યા હતા. તમામ નેતાઓનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ શનિવારે સમિટ કોમ્પ્લેક્સ ‘ભારત મંડપમ’ ખાતે ભેગા થશે.

આ પણ વાંચો : G20 Summit: જો બાઈડેન સાથે લાવશે પોતાની લેફ્ટ હેન્ડ કાર, ભારતમાં ગેરકાનૂની હોવા છતા કેવી રીતે ચલાવી શકશે, ભારતમાં શું છે લેફ્ટ હેન્ડેડ કાર અંગેના નિયમો ?

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને કહ્યું કે, તેઓ તાજેતરમાં જોહાનિસબર્ગમાં તેમને મળ્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્વીટર’ પર લખ્યું, “G20 સમિટમાં તેમને (લુલા દા સિલ્વા)ને ફરીથી મળવાની તક મળતાં હું ખુશ છું. હું વિવિધ વિષયો પર તેમના મંતવ્યો જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.

(credit Source : @narendramodi)

(credit Source : @tv9gujarati)

પત્નીને સાથે લાવવાનું આ છે કારણ

બ્રાઝિલના રાષ્ટ્રપતિ પોતાની પત્નીને એટલા માટે સાથે લાવ્યા છે કે તેની હેલ્થ સારી રહેતી નથી. તેના હેલ્થની દેખરેખ રહી શકે તે માટે રાષ્ટ્રપતિ પોતાની પત્નીને સાથે લાવ્યા છે. બીજા નેતાઓ પોતાની પત્નીને સાથે લાવ્યા છે પણ તે લોકો ફરવા માટે જતા રહ્યા છે, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિના પત્ની સમિટ દરમિયાન તેની સાથે રહેશે.

G20 નેતાઓ અહીં 9-10 સપ્ટેમ્બરના રોજ જૂથની વાર્ષિક સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. G20ના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત સમિટનું આયોજન કરી રહ્યું છે. આ પછી બ્રાઝિલ આ જવાબદારી સંભાળશે.

આટલા દેશોનો થાય છે સમાવેશ

G20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">