G20 Summit: જો બાઈડેન સાથે લાવશે પોતાની લેફ્ટ હેન્ડ કાર, ભારતમાં ગેરકાનૂની હોવા છતા કેવી રીતે ચલાવી શકશે, ભારતમાં શું છે લેફ્ટ હેન્ડેડ કાર અંગેના નિયમો ?
ભારતમાં યોજાનાર G-20 સમિટ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ અહીં આવશે અને તેઓ પોતાની ખાસ કાર અહીં લાવશે. તો શું તમે જાણો છો કે ભારતમાં આ કાર ચલાવવી ગેરકાયદેસર હશે?
G20 Summit 2023: ભારતમાં યોજાનારી G-20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અનેક દેશોની મહાન હસ્તીઓ હાજરી આપશે. જ્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ અન્ય દેશની મુલાકાતે જાય છે ત્યારે તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સુરક્ષાની જવાબદારી તેમની અંગત સુરક્ષા કર્મીઓની હોય છે. જ્યારે તે ભારત આવે છે ત્યારે પણ તે પોતાની કાર, પ્લેન, સિક્યોરિટી ગાર્ડને પોતાની સાથે લાવે છે જેનાથી તેને ખાસ સુરક્ષા મળે છે. જ્યારે બિડેન G-20 સમિટમાં ભાગ લેવા આવશે ત્યારે તે પોતાની કાર પોતાની સાથે લાવશે.
વાસ્તવમાં, અમેરિકાના રાષ્ટ્રપતિની માલિકીની કાર લેફ્ટ હેન્ડ કાર છે, જ્યારે ભારતમાં તમામ કાર રાઇટ હેન્ડની છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું ભારતમાં જો બાઈડેનને તેની કાર ચલાવવી ગેરકાયદેસર નહીં હોય અને ભારતમાં લેફ્ટ હેન્ડ કાર અંગેના નિયમો શું છે. તો ચાલો જાણીએ કે ભારતમાં લેફ્ટ હેન્ડેડ કાર અંગેના નિયમો શું છે.
શું ભારતમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કાર ચલાવવી ગેરકાયદેસર છે?
એક મીડિયા અહેવાલ મુજબ ભારતમાં લેફ્ટ હેન્ડેડ કાર ચલાવવી ગેરકાયદેસર છે. ભારતના મોટર વાહન અધિનિયમ મુજબ, દેશમાં કોઈ પણ વ્યક્તિ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કાર ખરીદી કે રજીસ્ટર કરી શકતો નથી. આ સાથે, આવી કાર ભારતમાં જાહેર સ્થળો પર પણ ચલાવી શકાતી નથી.
અહેવાલ અનુસાર, મોટર વાહન અધિનિયમ 1939ની કલમ 180 જણાવે છે કે, ‘કોઈપણ વ્યક્તિ ડાબા હાથના સ્ટીયરિંગ દ્વારા નિયંત્રિત થતી કોઈપણ મોટર વાહનને કોઈપણ જાહેર સ્થળે ચલાવવાની મંજૂરી આપવી નહીં. જો કે, કેટલીક શરતો પણ આપવામાં આવી છે જેમાં કાર ચલાવવાની છૂટ છે.
આ પણ વાંચો : China News : નકશા સાથે છેડછાડ માટે ભારતે ચીનની ઝાટકણી કાઢી, કહ્યું આ કાર્યવાહીથી સરહદ વિવાદ વધશે
તો પછી અમેરિકાના રાષ્ટ્રપતિ કરી રીતે ચલાવશે પોતાની કાર ?
વાસ્તવમાં અમુક સંજોગોમાં સરકારની પરવાનગી લીધા બાદ કાર ચલાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો વિદેશી રાજદ્વારીઓ અથવા મહાનુભાવો વારંવાર ભારતની મુલાકાતે આવે છે, તો તેઓ તેમની પસંદગીના વાહન ચલાવવાનું પસંદ કરી શકે છે. આ સ્થિતિમાં તેમને આવું કરવાની છૂટ છે. તે જ નિયમ હેઠળ જો બાઈડેનની કાર બીસ્ટ માટે લાગુ પડે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેમને લેફ્ટ હેન્કાડેડ કાર ચલાવવાની છૂટ હોય છે. હવે ભારતમાં પણ કેટલાક લોકો પાસે લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ કાર છે જે ખાસ પ્રસંગોએ દર્શાવવામાં આવે છે.