દૂધને ઘાટુ કરવા માટે નંખાય છે આ પાંચ ચીજવસ્તુ, આ રીતે કરો ઓળખ

દૂધને ઘાટુ કરવા માટે નંખાય છે આ પાંચ ચીજવસ્તુ, આ રીતે કરો ઓળખ

આમ તો દૂધને સંપૂર્ણ ખોરાક કહેવાય છે પણ, આ સંપૂર્ણ ખોરાક કેટલો ખતરનાક થઈ જાય. જ્યારે તેમાં મિલાવટ કરીને તેની શુદ્ધતા ઓછી કરી નાંખવામાં આવે.. કેટલીયે વાર એવું થાય છે કે દૂધમં ફક્ત પાણી જ નથી ભેળવાતુ પણ તેની માત્રા વધારવા માટે તેમાં કેમિકલ્સ પણ ભેળવી દેવામાં આવે છે. જે ફક્ત તમને બિમાર જ નથી […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 18, 2020 | 12:02 PM

આમ તો દૂધને સંપૂર્ણ ખોરાક કહેવાય છે પણ, આ સંપૂર્ણ ખોરાક કેટલો ખતરનાક થઈ જાય. જ્યારે તેમાં મિલાવટ કરીને તેની શુદ્ધતા ઓછી કરી નાંખવામાં આવે.. કેટલીયે વાર એવું થાય છે કે દૂધમં ફક્ત પાણી જ નથી ભેળવાતુ પણ તેની માત્રા વધારવા માટે તેમાં કેમિકલ્સ પણ ભેળવી દેવામાં આવે છે. જે ફક્ત તમને બિમાર જ નથી કરતા પણ, તમારા બાળકના વિકાસમાં અવરોધરૂપ પણ બને છે. આવો જાણીએ કઈ રીતે દૂધમાં ભેળસેળની ઓળખ કરી શકાય.

પાણી ઢાળ વાળી જમીન પર દૂધનું એક ટીપુ નાંખો. શુદ્ધ દૂધનું ટીપુ ધીમે ધીમે સફેદ નિશાન છોડતા આગળ વધશે. જ્યારે પાણીની મિલાવટ વાળુ ટીપુ કોઇ નિશાન છોડ્યા વગર જ વહી જશે.

સ્ટાર્ચ લોડીનના સોલ્યુશનમાં લોડીન ટીંચરના થોડા ટીપા નાંખો જો તે વાદળી થઈ જાય તો સમજો કે તે સ્ટાર્ચ છે.

યૂરિયા એક ચમચી દૂધને ટેસ્ટ ટ્યૂબમાં નાંખો તેમાં અડધી ચમચી સોયાબીન અથવા તુવેરનો પાઉડર નાંખો. બાદમાં તેને સરખી રીતે ભેળવો. પાંચ મિનિટ બાદ, એક લાલ લિટમસ પેપલ નાંખો, અડધી મિનિટ પછી તેમાં લાલ રંગ વાદળી થઈ જાય તો સમજો કે દૂધમાં યુરિયા છે.

ડિટર્જન્ટ 5 થી 10 એમએલ દૂધમાં એટલુ જ પાણી નાંખીને બરોબર ઘુમાવો. જો તેમાં ફિણ બને છે તો તે ડિટર્જન્ટ છે.

સિન્થેટીક દૂધ સિન્થેટીક દૂધનો સ્વાદ કડવો હોય છે. તે આંગળીઓ વચ્ચે રગડવાથી સાબુ જેવું લાગે છે અને તેને ગરમ કરવાથી તે પીળુ પડી જાય છે. સિન્થેટીક દૂધમાં પ્રોટીનની માત્રા છે કે નહી તેની તપાસ દવાની દુકાન પર મળનારી યૂરીઝ સ્ટ્રીપથી કરી શકાય છે. તેની સાથે મળેલા રંગોનું લિસ્ટ દૂધમાં યુરિયાની માત્રા બતાવી દેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati