AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Same-Sex Marriage: ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદેસર ગણવામાં આવે છે, જાણો વિશ્વના કેટલા દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી

ભારતમાં સમલૈંગિક લગ્નને લઈ સુપ્રીમ કોર્ટે સરકારનો મંતવ્ય પુછ્યો તો કેન્દ્ર સરકાર તેના તરફેણ નથી. જોકે દૂનિયાના ઘણા એવો દેશો પણ છે, જ્યા સમલૈંગિક લગ્નને મંજૂરી મળી ચુકી છે.

Same-Sex Marriage: ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદેસર ગણવામાં આવે છે, જાણો વિશ્વના કેટલા દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:57 PM
Share

સમલૈંગિક લગ્નનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સમલૈંગિક લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ચર્ચામાં છે. ભારતમાં સેમ સેક્સ લગ્નને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો મુદ્દો કાનૂની લડાઈમાં ફસાઈ ગયો છે. વિશ્વના 32 દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી છે.

આ પણ વાચો: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ, 5 પોઈન્ટ્સમાં સમજો

સુપ્રીમ કોર્ટે 2018માં ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિકતા ગુનો નથી. કોર્ટે આઈપીસીની કલમ 377 પર ચુકાદો આપતાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખ્યો હતો. તે એક મોટું પગલું હતું, પરંતુ પછી એક પ્રશ્ન પણ ઉભો થયો. જો બે સમલૈંગિક લોકોને સાથે રહેવાનો કાયદેસર અધિકાર છે તો પછી તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનો પ્રશ્ન શા માટે?

આ પ્રશ્ન માત્ર અધિકારો, કાયદાઓ અને ન્યાય સાથે સંબંધિત નથી, પરંતુ તે ઘણા લોકોના જીવન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીઓમાં માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાયદેસરની પરવાનગી આપવામાં આવે.

આ દેશોમાં સમલૈંગિક લગ્નને અપરાધ ગણવામાં આવતો નથી

નેધરલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે, જ્યાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. 2015માં અમેરિકાએ પણ સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. તે નિર્ણયમાં જસ્ટિસ એન્થોની કેનેડીએ કહ્યું કે, જે લોકો લગ્નના અધિકાર માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તેઓ વાસ્તવમાં લગ્નનું સન્માન કરે છે. લગ્ન એ વિશ્વની સૌથી જૂની રિતોમાનું એક છે. આ લોકો તેમાંથી બહાર આવવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે તેમને પણ લગ્નજીવનનો આનંદ અને સંતોષ મળે.

સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવા લગ્નોને માન્યતા આપી

અગાઉની પેઢીઓ સ્વતંત્રતાના તમામ પાસાઓથી વાકેફ ન હતી. નવી પેઢીએ તમામ લોકોની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું પડશે. આ પછી ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવા લગ્નોને માન્યતા આપવામાં આવી. ઓસ્ટ્રેલિયામાં 2017ના લોકમત બાદ સંસદે સમલૈંગિક લગ્નોને માન્યતા આપતો કાયદો પસાર કર્યો હતો.

લગ્નોને કાયદેસર બનાવનાર પ્રથમ આફ્રિકન દેશ હતો

આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડે પણ લગ્નોને ઔપચારિક માન્યતા આપી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકા 2006માં સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવનાર પ્રથમ આફ્રિકન દેશ હતો. તાઇવાન વર્ષ 2019માં સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો. આ યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, ચિલી, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્પેન પણ સામેલ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">