વાહન ફિટનેટ ટેસ્ટિંગ સંબંધિત નિયમોમાં થશે ફેરફાર, સરકારે મંગાવ્યા સૂચનો

વાહનોની ફિટનેસ (ચકાસવા માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)ની સ્થાપના કરવા માટે સરકારે પાત્રતા માપદંડોમાં અમુક સુધારાની દરખાસ્ત કરી છે. કેટલાક નાના ફેરફારોની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જે એટીએસમાં કરવા માટેના પરીક્ષણોની યાદી અને એટીએસમાં સ્થાપિત કરવાના સાધનોની ચોક્કસ વિગતો પ્રદાન કરે છે.

વાહન ફિટનેટ ટેસ્ટિંગ સંબંધિત નિયમોમાં થશે ફેરફાર, સરકારે મંગાવ્યા સૂચનો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:07 PM

વાહનોની ફિટનેસ (Vehicle Fitness) ચકાસવા માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)ની સ્થાપના કરવા માટે સરકારે પાત્રતા માપદંડોમાં અમુક સુધારાની દરખાસ્ત કરી છે. આ હેઠળ, એક રાજ્યમાં નોંધાયેલા વાહનોનું પરીક્ષણ બીજા રાજ્યમાં સક્ષમ કરવાનું છે. આ સાથે કેન્દ્રોએ એ પણ જાહેર કરવાનું રહેશે કે, વાહનનો સમય પૂરો થઈ ગયો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (Ministry of Road Transport and Highways) 25 માર્ચ 2022ના રોજ સ્વચાલિત પરીક્ષણ સ્ટેશનોની માન્યતા, નિયમન અને નિયંત્રણ માટેના નિયમોમાં ચોક્કસ સુધારા કરવા માટે એક ડ્રાફ્ટ સૂચના બહાર પાડી છે. અગાઉ તે 23 સપ્ટેમ્બર 2021ના ​​રોજ પ્રકાશિત થયું હતું.

કેટલાક નાના ફેરફારોની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જે એટીએસમાં કરવા માટેના પરીક્ષણોની યાદી અને એટીએસમાં સ્થાપિત કરવાના સાધનોની ચોક્કસ વિગતો પ્રદાન કરે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. ફિટનેસ ટેસ્ટના પરિણામો પણ સ્વયંસંચાલિત કરવામાં આવ્યા છે જેથી તેમાં કોઈ ગેરરીતિને અવકાશ ન રહે. ફિટનેસ ટેસ્ટમાં વાહનોની તપાસ માટેના સિગ્નલ મશીન દ્વારા સીધા સર્વર પર મોકલવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઇલેક્ટ્રિક વાહનોના પરીક્ષણ માટે નવા સાધનો ઉમેરવામાં આવ્યા છે

ઇલેક્ટ્રિક વાહનોના પરીક્ષણ માટે કેટલાક નવા ઉપકરણો પણ ઉમેરવામાં આવ્યા છે. પરીક્ષણ પરિણામો માટે પ્રમાણભૂત ફોર્મેટ ઉમેરવામાં આવ્યું છે. તેનો હેતુ વાહનોના માલિકોને સુવિધા પૂરી પાડવાનો અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. તમામ હિતધારકોની ટિપ્પણીઓ અને સૂચનો માટે સૂચના 30 દિવસ માટે સાર્વજનિક ડોમેનમાં રહેશે.

આવતા વર્ષે 1 એપ્રિલથી વાહનોનો ફિટનેસ ટેસ્ટ થશે

સરકાર આવતા વર્ષે એપ્રિલથી તબક્કાવાર ATS દ્વારા વાહનોના ફિટનેસ ટેસ્ટને ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે. જરૂરિયાત તબક્કાવાર અમલમાં આવશે. ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2023થી એટીએસ દ્વારા ભારે માલસામાન વાહનો અને ભારે પેસેન્જર મોટર વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત રહેશે. મધ્યમ માલસામાનના વાહનો અને મધ્યમ પેસેન્જર મોટર વાહનો અને હળવા મોટર વાહનો (પરિવહન)ના કિસ્સામાં 1 જૂન 2024થી આવશ્યકતા ફરજિયાત કરવામાં આવશે.

ગયા વર્ષે મંત્રાલયે કહ્યું હતું કે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ, રાજ્ય સરકારો, કંપનીઓ, એસોસિએશનો અને વ્યક્તિઓની સંસ્થાઓ જેવી સંસ્થાઓને વ્યક્તિગત અને પરિવહન વાહનો બંનેની ફિટનેસ ચકાસવા માટે ATS ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પર્સનલ વ્હીકલ (નોન-ટ્રાન્સપોર્ટ) માટે ફિટનેસ ટેસ્ટિંગ નવીકરણ સમયે (15 વર્ષ પછી) કરવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઑગસ્ટમાં રાષ્ટ્રીય વાહન સ્ક્રેપેજ નીતિ શરૂ કરી હતી અને કહ્યું હતું કે, તે પ્રદૂષિત વાહનોને તબક્કાવાર દૂર કરવામાં મદદ કરશે અને ચક્રાકાર અર્થતંત્ર તરફ દોરી જશે. વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી 1લી એપ્રિલ, 2022થી લાગુ થશે.

આ પણ વાંચો: IGNOU BEd Entrance Exam 2022: IGNOU BEd પ્રવેશ પરીક્ષા માટે નોંધણી શરૂ, જાણો કેવી રીતે અરજી કરવી

આ પણ વાંચો: Naukri News : શું તમે ઓટોમેશન ક્ષેત્રમાં ઉતિર્ણ છો ? તમારે માટે આ નોકરી છે તૈયાર, વાંચો આ પોસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">