કોંગ્રેસના આરોપ પર ICICIએ આપ્યુ નિવેદન, SEBI ચીફને આપવામાં આવતા પગાર પર કહી આ વાત
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના અધ્યક્ષ માધાવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે પછી દેશની બીજી સૌથી મોટી બેંક ICICI બેંકે એક નિવેદન જાહેર કરીને આ મામલાની સત્યતા જાહેર કરી છે અને કહ્યું છે કે તેણે વર્તમાન માર્કેટ રેગ્યુલેટર એટલે કે સેબીના વડા માધબી પુરી બુચને બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી કોઈ પગાર ચૂકવ્યો નથી
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના અધ્યક્ષ માધાવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે પછી દેશની બીજી સૌથી મોટી બેંક ICICI બેંકે એક નિવેદન જાહેર કરીને આ મામલાની સત્યતા જાહેર કરી છે અને કહ્યું છે કે તેણે વર્તમાન માર્કેટ રેગ્યુલેટર એટલે કે સેબીના વડા માધબી પુરી બુચને બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી કોઈ પગાર ચૂકવ્યો નથી. તેમજ કર્મચારી સ્ટોક વિકલ્પની સુવિધા પણ આપવામાં આવી નથી.
શું હતો આરોપ ?
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ અંગેનો વિવાદ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોંગ્રેસે સોમવારે સેબીના વડા માધાબી બુચ પર અનેક આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે માધવી 2017 થી 2021 સુધી સેબીની સંપૂર્ણ સમયની સભ્ય રહી છે. તે વર્ષ 2022માં ચેરપર્સન બની હતી અને વર્ષ 2017 થી 2024 વચ્ચે માધવીએ ICICI બેંકમાંથી 16.80 કરોડ રૂપિયાનો પગાર લીધો છે. કોંગ્રેસના આરોપો બાદ દેશની બીજી સૌથી મોટી બેંક ICICI બેંકે એક નિવેદન જાહેર કરીને મામલાની સત્યતા જણાવી છે.
ICICI બેંકે જાહેર કર્યુ નિવેદન
કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા ICICI બેંકે 2 સપ્ટેમ્બરે કહ્યું કે તેણે બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી વર્તમાન બજાર નિયમનકાર એટલે કે સેબીના વડા માધબી પુરી બુચને ન તો કોઈ પગાર ચૂકવ્યો કે ન તો કર્મચારીને સ્ટોક ઓપ્શનની સુવિધા આપી. ESOP અને પગાર અંગેના કોંગ્રેસના આરોપોને નકારી કાઢતા ICICI બેંકે કહ્યું કે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ 31 ઓક્ટોબર, 2013ના રોજ બેંકમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારથી તેમને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી કે તેમને કોઈ ESOP આપવામાં આવ્યું નથી.
ICICI issues statement – It has come to our attention that there are certain reports in media alleging payment of salary by ICICI Group to Madhabi Puri Buch, Chairperson, SEBI. In this connection, we would like to clarify as follows: “ICICI Bank or its group companies have not… https://t.co/Hrw8hRuSuo pic.twitter.com/YJTghSH59H
— ANI (@ANI) September 2, 2024
ESOP (એમ્પ્લોયી સ્ટોક ઓનરશીપ પ્લાન) નો અર્થ છે કે કંપની તેના કર્મચારીઓને કેટલાક શેરોની માલિકી આપે છે. બેંકે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બૂચને તેમની નોકરી દરમિયાન લાગુ પડતી નીતિઓ અનુસાર પગાર, નિવૃત્તિ લાભો, બોનસ અને ESOP ના રૂપમાં વળતર મળ્યું હતું.
શું છે કોંગ્રેસનો આરોપ?
ICICI બેન્ક તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2017માં સેબીના વર્તમાન અધ્યક્ષે ચાર્જ સંભાળ્યો ત્યારથી બૂચ સેબી પાસેથી પગાર લે છે અને ICICI બેન્કમાં પણ લાભ લઈ રહી છે ની પોસ્ટ અને ત્યાંથી આજ સુધી આવક મેળવી રહ્યા છે. જે નિયમો વિરુદ્ધ છે.
કોંગ્રેસે સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ સામે હિતોના ટકરાવના નવા આરોપો લગાવ્યા અને કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી)ના વડા તરીકે તેમની નિમણૂક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સ્પષ્ટતાની માંગ કરી.