કારતક મહિનો પૂજાનો મહિનો છે. આ મહિનામાં તુલસી પૂજાનું (Tulsi Pooja) વિશેષ મહત્વ છે. કારતક માસમાં ભક્તો દ્વારા વિધિ-વિધાન સાથે તુલસી પૂજન કરવામાં આવે છે. કારતક પૂર્ણિમાના દિવસ સુધી જો તમે તુલસીની શ્રધ્ધા અને ભક્તિ સાથે પૂજા કરો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. હિંદુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસી વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. ઘરના દરેક શુભ કાર્યમાં તુલસીનું વિશેષ મહત્વ હોય છે.
કારતક મહિનામાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કારતક માસમાં ભગવાન શ્રી કૃષ્ણની (Lord Shri Krishna) પૂજાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે લક્ષ્મી માતા પોતે તુલસીમાં વાસ કરે છે. તેથી જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તુલસીની પૂજા કરવી જરૂરી છે. આ જ કારણ છે કે કારતક મહિનામાં તુલસીને જળ ચઢાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
વેદોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રહ્માજીએ સ્વયં નારદજીને કહ્યું હતું કે કારતક મહિનાથી વધુ પુણ્યદાયી કોઈ મહિનો નથી. પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કારતક મહિનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરે આપનાર છે.
તુલસી પૂજા વિધિ કેવી રીતે કરવી સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચઢાવો અને તુલસી પૂજાના દિવસે છોડની આસપાસ શણગાર કરો. આ પછી તુલસીના કુંડા પર સ્વસ્તિક બનાવો. છોડની પાસે રંગોળી બનાવો, જેમાં કમળનું ચિત્ર દોરો, ત્યાં શંખ, ચક્ર અને ગાયના ચરણ ચિન્હ બનાવો. ધ્યાન રાખો કે રવિવારે તુલસીની પૂજા ક્યારેય ન કરવી. રવિવારે તુલસીને સ્પર્શ કરવો પણ દોષ માનવામાં આવે છે.
તુલસી પૂજા મંત્ર महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।
तुलसी नामाष्टक मंत्र
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।
કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તુલસી પૂજાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Bhakti: તમામ એકાદશીનું પુણ્ય પ્રદાન કરશે એક વ્રત ! કયા દિવસે કરશો પ્રબોધિની એકાદશીનું વ્રત ?
આ પણ વાંચો : Bhakti: બાળ દિનના અવસરે જાણો શ્રેષ્ઠ બાળ ભક્ત ધ્રુવની કથા, ધ્રુવને કેવી રીતે થઈ ઉત્તમ પદની પ્રાપ્તિ ?