મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો !
અજાણ્યા કોલર દ્વારા કરવામાં આવેલ આ કોલથી ગભરાટ ફેલાયો હતો. કોલની ગંભીરતા સમજીને રેલવે પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને આ મામલે શોધખોળ શરૂ કરી હતી. જો કે તપાસમાં કંઈક અલગ જ માહિતી સામે આવી.
Mumbai : શનિવારે એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યુ હતુ કે, મુંબઈમાં બાંદ્રા સ્ટેશન (Bandra Station) પર બોમ્બ બ્લાસ્ટનો ખતરો છે. આ માહિતી એક વ્યક્તિએ બાંદ્રા રેલવે સ્ટેશનની પોલીસને આપી હતી. અજાણ્યા કોલર દ્વારા કરવામાં આવેલ આ કોલથી ગભરાટ ફેલાયો હતો. જો કે કોલની ગંભીરતા સમજીને રેલવે પોલીસ (Railway Police) સતર્ક થઈ ગઈ હતી અને આ મામલે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તપાસમાં કંઈક અલગ જ માહિતી બહાર આવી હતી. જેથી સ્પષ્ટ થયું હતું કે બોમ્બ બ્લાસ્ટની માહિતી ખરેખર અફવા હતી.
મુંબઈ રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે ટ્વિટર દ્વારા બોમ્બ બ્લાસ્ટની (Bomb Blast) ધમકીને લઈને આ માહિતી આપી છે. આ કારણે સંભવિત બોમ્બ વિસ્ફોટની ધમકી અંગે કરવામાં આવેલ ફોન અફવા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. રેલવે પોલીસે કોલ કરનારને ઝડપી લીધો છે. અહેવાલો અનુસાર,આ ફેક કોલ કરનાર વ્યક્તિ દુબઈનો રહેવાસી છે અને તે તેની માતા સાથે દુબઈમાં રહે છે.
ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું
મુંબઈ રેલવે પોલીસે ફોન કરનારના સંબંધીઓ સાથે પણ વાત કરી હતી. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે. પોલીસ અધિકારીએ (Police Officers) જણાવ્યુ કે, ફોન કરનાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ તથ્ય જોવા મળ્યું નથી. તેને આવા કોલ કરવાની આદત છે. તેમ છતા હાલ સુરક્ષા વધારવામાં આવી છે.
આ કોલથી ખળભળાટ મચી ગયો હતો
આ ફેક કોલથી ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે, શનિવારે સાંજે ફોન આવ્યો હતો. તેમાં આ વ્યક્તિએ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની આશંકા વ્યક્ત કરી હતી. જેના કારણે વિષયની ગંભીરતા સમજી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. ઉપરાંત આ અંગે મુંબઈના તમામ વિભાગોને જાણ કરવામાં આવી હતી. તમામ વિભાગો સંપૂર્ણ એલર્ટ (Alert) મોડમાં હતા. પરંતુ મોડી રાત સુધીમાં તે સ્પષ્ટ થઈ ગયું કે મુંબઈની બાંદ્રા રેલ્વે પોલીસ પર આવેલ કોલ માત્ર એક અફવા હતી.