AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટકના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા એક સપ્તાહમાં કર્ણાટકના બેંગાલુરુ સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરમાં ઘણું નુકસાન થયુ છે. હવામાન વિભાગની ફરી વરસાદની આગાહીથી નુકસાન વધવાની શક્યતા છે.

કર્ણાટકના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી
Rain in Karnataka
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:12 AM
Share

કર્ણાટક(Karnataka)ના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ(Rain) વરસી રહ્યો છે. હવે હવામાન વિભાગે(IMD) ફરી બેંગાલુરુ(Bengaluru) સહિતના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ, બેંગાલુરુએ બુધવારે કહ્યું કે, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓના નિવેદન મુજબ, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગોમાં વ્યાપકથી ખૂબ જ હળવા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બેંગાલુરુ સિવાય મલનાડ અને કોસ્ટલ કર્ણાટક વિસ્તારોમાં ખૂબ જ હળવાથી ખૂબ જ હળવા વરસાદની શક્યતા છે. ઉપરાંત, ઉત્તરીય આંતરિક કર્ણાટક વિસ્તારમાં શુષ્ક હવામાનની શક્યતા છે. ગુરુવાર સવાર સુધી તેનો અંદાજ છે.

બેંગાલુરુ પર ફરી આફત આ સપ્તાહમાં વરસેલા ભારે અને કમોસમી વરસાદને કારણે બેંગલુરુ શહેરને ઘણું નુકસાન થયું છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર બેંગલુરુ શહેરમાં પણ ફરી વરસાદની અપેક્ષા છે. BBMP વિસ્તારમાં ખૂબ જ હળવાથી ખૂબ જ હળવા વરસાદની શક્યતા છે. આ આગામી 2 દિવસ વરસાદ માટેનું અનુમાન છે. છૂટાછવાયા સ્થળોએ વ્યાપક ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વરસાદથી આફત ઓક્ટોબર મહિનામાં વરસાદથી કર્ણાટકમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. પડોશી તામિલનાડુમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે હવે દેશના દક્ષિણપૂર્વ કિનારે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે, જે આંધ્ર પ્રદેશના દક્ષિણ ભાગો અને ચેન્નાઈ સહિત તમિલનાડુના ભાગોને અસર કરશે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રામચંદ્રને જણાવ્યું હતું કે તમિલનાડુમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

તામિલનાડુમાં ભારે વરસાદ ચાલુ બીજી તરફ તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં બે ફૂટ સુધી જમા થઈ ગયા છે.

હવામાન વિભાગે આપ્યુ રેડ એલર્ટ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેના કારણે સર્જાયેલા જોખમને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર ટૂંક સમયમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આગામી થોડા દિવસોમાં સમગ્ર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. તેને જોતા આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ EPFO : 6.5 કરોડ લોકોના ખાતામાં મોદી સરકારે આપી છઠ પૂજાની ભેટ, આ રીતે ચેક કરો બેલેન્સ

આ પણ વાંચોઃ Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">