Right To Repair કાયદો લાવવાની તૈયારી કરી રહી છે સરકાર, જાણો તમને કેટલો ફાયદો થશે

Right To Repair: સામાન્ય રીતે કંપનીઓ જ્યારે મોબાઇલ કે વાહનોને નુકસાન થાય ત્યારે તેને રિપેર કરવામાં ઢીલું વલણ અપનાવે છે. અને રિપેર કરવામાં વિલંબ કરે છે. તેના પાર્ટસ ઉપલબ્ધ ન હોવાને કારણે ગ્રાહકે નવી પ્રોડક્ટ ખરીદવી પડે છે. પરંતુ આવનારા દિવસોમાં કંપનીઓ આવુ કરી શકશે નહીં.

Right To Repair કાયદો લાવવાની તૈયારી કરી રહી છે સરકાર, જાણો તમને કેટલો ફાયદો થશે
Right To Repair lawImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:38 PM

ભારતમાં ‘રાઈટ ટુ રિપેર’ (Right To Repair) લાવવા માટે ભારત સરકાર (Government of India) ઝડપથી કામ કરી રહી છે. જો ગ્રાહકોને આ અધિકાર મળશે તો તેમને એક સાથે અનેક લાભો મળશે. ગ્રાહક બાબતોના વિભાગે રિપેરિંગના અધિકારનું સંપૂર્ણ મોડલ વિકસાવવા માટે એક સમિતિની રચના કરી છે. હવે પ્રશ્ન એ છે કે આ સમારકામનો અધિકાર શું છે. આનાથી કેવી રીતે અને શું ફાયદો થશે. ચાલો આ બધા પ્રશ્નોના જવાબો જાણીએ.

ખૂબ જ જલ્દી ગ્રાહકોને સરકાર પાસેથી રિપેરિંગનો અધિકાર મળી શકે છે. એટલે કે જો કોઈ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને નુકસાન થાય છે, તો કંપનીઓ તેને રિપેર કરવાનો ઇનકાર કરી શકશે નહીં. સામાન્ય રીતે કંપનીઓ જ્યારે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, વાહનોને નુકસાન થાય ત્યારે તેને રિપેર કરવામાં ઢીલું વલણ અપનાવે છે. અને રિપેરિંગમાં વિલંબ કરે છે, ભાગોની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગ્રાહકને નવી પ્રોડક્ટ ખરીદવી પડે છે. પરંતુ આવનારા દિવસોમાં કંપનીઓ આ કરી શકશે નહીં. જેનો સીધો ફાયદો ગ્રાહકને મળશે અને તેના પૈસાની બચત થશે. આ સાથે ઈ-વેસ્ટમાં પણ આના દ્વારા ઘટાડો થશે.

આ નિયમ કેવી રીતે કામ કરશે?

કંપનીઓ નવા મોડલ લોન્ચ કરતી રહે છે અને કહેવાય છે કે જૂનાનો ભાગ આવતો બંધ થઈ ગયો છે એમ કહી રિપેર કરતા નથી પછી ગ્રાહકે નવું મોડલ ખરીદવું પડે છે. હવે કેન્દ્ર સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. રાઈટ ટુ રિપેર લાગુ થયા બાદ કંપનીએ સામાન વેચવો પડશે તેમજ ગ્રાહકોને નુકસાન થશે તો તેને કેવી રીતે રિપેર કરવું તે જણાવવું પડશે અને તેના પાર્ટસ પણ ઉપલબ્ધ કરાવવા પડશે.

આ પણ વાંચો

સરકારની શું છે તૈયારી ?

ગ્રાહક બાબતોના વિભાગે રાઈટ ટુ રિપેરના અધિકારનો અમલ કેવી રીતે કરવો તે માટે એક માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે. અને 13મી જુલાઈના રોજ યોજાયેલી સમિતિની પ્રથમ બેઠકમાં રાઈટ ટુ રિપેરના અધિકાર માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. આમાં આ અધિકાર હેઠળ સમાવિષ્ટ કૃષિ સાધનો, મોબાઈલ ફોન, ટેબ્લેટ, ટીવી, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન અને મોટર-વાહન સાધનો જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">