સંસદમાં કૃષિ કાયદાઓને રદ કર્યા પહેલા સરકાર કરી શકે છે આ કામ, કૃષિ મંત્રીના સંબોધન પર થઈ શકે છે હંગામો

જો સરકાર તેની પર ચર્ચા કરે છે તો 29 નવેમ્બરથી શરૂ થઈ 23 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં હંગામો થઈ શકે છે. વિપક્ષ તેની પર ચર્ચા ટાળવા માંગશે અને ઈચ્છશે કે કોઈ ચર્ચા વગર સીધી રીતે કાયદા રદ કરવામાં આવશે.

સંસદમાં કૃષિ કાયદાઓને રદ કર્યા પહેલા સરકાર કરી શકે છે આ કામ, કૃષિ મંત્રીના સંબોધન પર થઈ શકે છે હંગામો
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 12:16 PM

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલનની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) કૃષિ કાયદા (Farm Laws)ને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં 3 કાયદાને પરત લેવામાં આવશે. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર સંસદમા કૃષિ કાયદાઓને પરત લેવાની પ્રક્રિયાને શરૂ કર્યા પહેલા તેની પર ચર્ચાનો પ્રસ્તાવ આપી શકે છે.

સરકારના આ પ્રસ્તાવ પર સંસદમાં ઘમાસાણ થશે તે નક્કી છે. આગામી સંસદ સત્રમાં લગભગ 20 બેઠક થશે. 3 કૃષિ કાયદાઓને રદ કરવાથી સંબંધિત બિલોને મંજૂરી આપવા પર બુધવારે કેન્દ્રીય મંત્રિમંડળ દ્વારા વિચાર કરવાની સંભાવના છે, જેથી તેમને સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર 3 કૃષિ કાયદાઓને બંધારણીય રીતે રદ કર્યા પહેલા સંસદમાં આ મુદ્દા પર ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સરકાર સંસદમાં કૃષિ કાયદાઓ પર નાની ચર્ચાનો પ્રસ્તાવ આપી શકે છે. સાથે જ સરકાર એ સમજવાનો પ્રયત્ન પણ કરશે કે આખરે કેમ કાયદાઓને પરત લેવામાં આવી રહ્યા છે.

કૃષિ મંત્રી જણાવશે કાયદા પરત લેવાનું કારણ

અહેવાલ મુજબ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendrasinh Tomar) સંસદમાં કૃષિ કાયદાઓને રદ કર્યા પહેલા જણાવશે કે આ કાયદાઓને પરત લેવા પાછળનું કારણ શું છે અને કેમ સરકારે તેને રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યારબાદ આ કાયદાઓને સંસદમાંથી રદ કરી રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

જો સરકાર તેની પર ચર્ચા કરે છે તો 29 નવેમ્બરથી શરૂ થઈ 23 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં હંગામો થઈ શકે છે. વિપક્ષ તેની પર ચર્ચા ટાળવા માંગશે અને ઈચ્છશે કે કોઈ ચર્ચા વગર સીધી રીતે કાયદા રદ કરવામાં આવશે.

ગુરૂ નાનક જયંતીના અવસર પર વડાપ્રધાન મોદીએ 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કાયદા રદ કરવાની જાહેરાત સાથે પ્રદર્શનકારી ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. ખેડૂતો આ કાયદાની વિરૂદ્ધ છેલ્લા 1 વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે આ કાયદાને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા સંસદના આગામી શિયાળુ સત્રમાં પુરી કરી લેવામાં આવશે.

આંદોલન ખત્મ કરવા માટે તૈયાર નથી ખેડૂતો

વડાપ્રધાને કહ્યું હતું કે હું આજે દેશવાસીઓની માફી માંગતા સાચા મન અને પવિત્ર હ્દયથી કહેવા ઈચ્છું છું કે અમારી તપસ્યામાં જ કોઈ કમી રહી હશે, જેના કારણે પ્રકાશ જેવું સત્ય થોડા ખેડૂત ભાઈઓને અમે સમજાવી શક્યા નહીં. ઘણા ખેડૂતો નવેમ્બર 2020થી ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020, ખેડૂતોની કિંમત ખાતરી (સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ, 2020 સામે વિરોધ કરી રહ્યા હતા.

વડાપ્રધાનની જાહેરાત બાદ પણ ખેડૂત આંદોલન ખત્મ કરવા માટે તૈયાર નથી. સોમવારે ખેડૂતોએ પોતાની મહાપંચાયલ આયોજિત કરી અને પોતાની 6 પ્રમુખ માંગ પર જોર આપ્યું. કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓની વિરૂદ્ધ આંદોલનની આગેવાની કરનારા ખેડૂત સંગઠનોના સમૂહ સંયુક્ત કિસાન મોર્ચાએ લખનઉમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં MSPને લઈ કાયદા બનાવવા અને લખીમપુર ખેરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા ‘ટેની’ને બરતરફ કરવા સહિત અન્ય મુખ્ય માંગણીઓ ઉઠાવી હતી.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">