આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

ભારતમાં ક્રિકેટ માટે કેટલો ક્રેઝ છે તે આપણે સૌ જાણીએ છીએ અને ક્રિકેટ રસીકોને તો બધા ક્રિકેટરે કરેલા રેકોર્ડ્સ પણ યાદ હોય છે પરંતુ શું તમને ખબર છે કેટલાક ક્રિકેટર્સને મેચ રમતા ઇજા થઇ હોય અને તેઓ મૃત્યુ પામ્યા હોય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?
Cricket Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 11:44 AM

cricketers : ક્રિકેટમાં હાર-જીત તો ચાલે છે. જીતવાથી ટીમ અને ચાહકો ખુશ થાય છે અને હારવાથી તેઓ દુઃખી થાય છે. આ બધાની વચ્ચે આ રમત દર્શક અને ખેલાડી (Player)ને એકબીજા સાથે જોડી દે છે. એક મેચ પછી બીજી મેચ અને એક સિરીઝ પછી બીજી સિરીઝ પર અપેક્ષાઓ ફિક્સ થાય છે. કેટલીકવાર મહત્વની ટૂર્નામેન્ટમાં નોક આઉટ (Knock out) રાઉન્ડમાં હારેલી ટીમોના ખેલાડીઓ ભાવુક થતા જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં આવું ઘણી વખત બન્યું છે.

દુ:ખનો પહાડ પણ ક્રિકેટમાં ઘણી વખત તૂટી ગયો છે. જ્યારે ખેલાડી (Player)રમે છે ત્યારે દર્શક મનોરંજન વિશે વિચારે છે. કોઈ વિચારતું નથી કે, આ ખેલાડી અથવા તે ખેલાડીની આ છેલ્લી મેચ હોઈ શકે છે, તે જીવનનો છેલ્લો દિવસ અથવા ક્ષણો હોઈ શકે છે. એવા ઘણા ખેલાડીઓ છે જેઓ રમતી વખતે મેદાન પર ઈજાગ્રસ્ત થયા અને તેઓ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. આ ઘટનાઓએ લોકોને ખૂબ જ દુઃખી કરી દીધા છે. નાની મેચોથી લઈને મોટી મેચો સુધી, બોલ વાગવાથી ખેલાડીનું મૃત્યુ થયું છે. આ લેખમાં એવા ખેલાડીઓ વિશે પણ વાત કરવામાં આવી રહી છે કે જેમનું મૃત્યુ ઈજા અથવા અન્ય કોઈ કારણોસર થયું હતું.

વસીમ રઝા

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ ખેલાડીએ 1970 અને 80ના દાયકામાં પાકિસ્તાન માટે ક્રિકેટ રમી હતી. 57 ટેસ્ટ મેચોમાં રઝાએ 2800થી વધુ રન બનાવ્યા હતા. પચાસ ઓવરની મેચ રમતી વખતે મેદાન પર તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેમની પત્ની પણ એક મહાન ક્રિકેટર હતી. રઝા બે પુત્રોના પિતા હતા.

રમણ લાંબા

આ ભારતીય ખેલાડીનું બહુ નાની વયે અવસાન થયું હતું. દિલ્હી તરફથી રમી રહેલા રમણ લાંબાને બાંગ્લાદેશના ઢાકામાં એક ક્લબ મેચમાં ફોરવર્ડ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. ત્રણ દિવસ કોમામાં રહ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. 1998માં તે સમયે તેની ઉંમર 38 વર્ષની હતી. લાંબાએ ભારત માટે 32 ODI અને ચાર ટેસ્ટ મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 8 હજારથી વધુ રન હતા.

ફિલ હ્યુજીસ

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીના અકાળે અવસાનથી ક્રિકેટ જગત સહિત વિશ્વના ક્રિકેટ ચાહકો હચમચી ગયા હતા. શેફિલ્ડ શિલ્ડ મેચમાં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતી વખતે સીન એબોટને માથામાં બાઉન્સર વાગ્યો હતો. બોલને ટાળવાનો ઘણો પ્રયાસ કર્યા પછી પણ તે હેલ્મેટ સાથે તેના માથામાં અથડાયો હતો. મગજમાં લોહી ગંઠાઈ જવાથી સિડનીની હોસ્પિટલમાં બે દિવસ પછી હ્યુજીસનું અવસાન થયું. આ નિધનથી સમગ્ર ક્રિકેટ જગતને ભારે આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો : IT Raid: અમદાવાદમાં ASTRAL કંપની પર IT વિભાગના દરોડા, વહેલી સવારે ઓફીસ પર તપાસનો ધમધમાટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">