AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath Scheme: ભારતીય સેનાનું મોટુ નિવેદન, અગ્નિપથ સ્કીમને પરત નહીં ખેંચાય

સેનાએ કહ્યું કે યુવાનોમાં જોશ અને જુસ્સા સાથે જાગૃત રહેવું જરૂરી છે. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ 17,600 લોકો ત્રણેય સેવાઓ (Recruitment Under Agneepath Scheme)માંથી અકાળ નિવૃત્તિ લઈ રહ્યા છે.

Agnipath Scheme: ભારતીય સેનાનું મોટુ નિવેદન, અગ્નિપથ સ્કીમને પરત નહીં ખેંચાય
ત્રણેય સેનાના પ્રમુખImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 3:52 PM
Share

અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ(Agnipath Scheme Protest)વચ્ચે ત્રણેય સેનાઓ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. આ દરમિયાન સેનાએ કહ્યું કે યુવાનોમાં જોશ અને જુસ્સા સાથે જાગૃત રહેવું જરૂરી છે. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ 17,600 લોકો ત્રણેય સેવાઓ (Recruitment Under Agneepath Scheme)માંથી અકાળ નિવૃત્તિ લઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેઓ શું કરશે તે વિશે ક્યારેય કોઈએ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં યોજના સંબંધિત લગભગ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જ્યારે વાયુસેનાએ યોજના પરની તેની નોંધમાં અગ્નિપથને સશસ્ત્ર દળો માટે નવી માનવ સંસાધન વ્યવસ્થાપન યોજના ગણાવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે સેવાની મુદત પૂરી થાય તે પહેલાં અગ્નિવીરની પોતાની જાતને ડિસ્ચાર્જ કરવાની વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને માત્ર અસાધારણ કિસ્સાઓમાં અને સક્ષમ અધિકારીની મંજૂરી પછી જ તેને મંજૂરી આપવામાં આવશે. એરફોર્સની 29-પોઇન્ટની નોંધમાં, નવી યોજના વિશે વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં પાત્રતા માપદંડ, મહેનતાણું પેકેજ, તબીબી અને CSD (કેન્ટીન સ્ટોર વિભાગ) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, અપંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમનો સમાવેશ થાય છે. ચાલો હવે જાણીએ કે ત્રણેય સેનાઓએ શું કહ્યું.

સેના તરફથી લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરી-

સેવાની બાબતમાં અગ્નિવીર સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. દેશની સેવામાં બલિદાન આપનાર અગ્નિવીરોને એક કરોડ રૂપિયાનું વળતર મળશે. ‘અગ્નિવાર’ને સિયાચીન અને અન્ય વિસ્તારોમાં તે જ ભથ્થા અને સુવિધાઓ મળશે જે હાલમાં નિયમિત સૈનિકોને લાગુ પડે છે. ફિટનેસ હશે, ટ્રેનિંગ હશે, 12માનું પ્રમાણપત્ર હશે. 60-70 ટકા યુવાનો 10મું પાસ હશે. દેશભક્તિની ભાવનાને પૈસાથી ન તોલો. અગ્નિવીરોને મળેલા 11 લાખ રૂપિયા આવકવેરામાંથી મુક્ત થશે. આગામી 4 વર્ષમાં 50-60 ટકા ભરતી થશે. 1989થી સેનામાં સુધારાની માગ કરવામાં આવી રહી હતી. આગળની લડાઈ ટેક્નોલોજીની હશે. સરેરાશ ઉંમર ઘટવાથી સેનામાં જવાનોની સંખ્યામાં વધારો થશે. અગ્નિવીરોને લઈને વિવિધ મંત્રાલયો અને વિભાગોની જાહેરાત પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ થયેલા હિંસક વિરોધ પછી આ પગલાં લેવામાં આવ્યાં નથી.

નૌકાદળ વતી વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી-

તેમણે કહ્યું કે, મોટાભાગની ભરતી પ્રક્રિયા થઈ ગઈ છે. એરફોર્સની જેમ અમારી ભરતી પણ ઓનલાઈન થાય છે. 21 નવેમ્બર, 2022 ના રોજ, પ્રથમ અગ્નિવીર ચિલ્કામાં મૂળભૂત તાલીમ કેન્દ્રમાં રિપોર્ટિંગ શરૂ કરશે. અમે નૌકાદળમાં મહિલા અગ્નિવીરને પણ લઈ રહ્યા છીએ. તે માટેની અમારી તાલીમમાં જે સુધારા કરવા છે તેના માટે કામ શરૂ થઈ ગયું છે. અમે 21મી નવેમ્બરની રાહ જોઈ રહ્યા છીએ, મને આશા છે કે અગ્નિવીર પુરુષો અને સ્ત્રીઓ INS ચિલ્કા પર રિપોર્ટ કરશે. અમે અમારી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 25 જૂન સુધીમાં અમારી જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલય સુધી પહોંચી જશે. એક મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. અમારો પ્રથમ અગ્નિવીર 21મી નવેમ્બરે અમારી તાલીમ સંસ્થામાં રિપોર્ટ કરશે.

એરફોર્સના એર માર્શલ એસકે ઝા-

તેમણે કહ્યું કે, IAFમાં ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે. તે જ દિવસે ઓનલાઈન નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ત્યારપછી એક મહિના બાદ 24 જુલાઈથી પ્રથમ તબક્કાની પરીક્ષાની પ્રક્રિયા શરૂ થશે. અગ્નિવીરોની પ્રથમ બેચ ડિસેમ્બરના અંત સુધીમાં સામેલ કરવામાં આવશે. આ પછી, બેચની તાલીમ 30 ડિસેમ્બર પહેલા શરૂ થશે. આ એક ઓનલાઈન સિસ્ટમ છે. તે અંતર્ગત તેના પર રજીસ્ટ્રેશન શરૂ થશે.

g clip-path="url(#clip0_868_265)">