જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી
સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે પૂંછમાં ઘૂસણખોરી કરનારા 10થી વધુ આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગયા હતા.
જમ્મુ-કાશ્મીર(Jammu kashmir)માં પાકની નાપાક હરકતો સતત ચાલુ જ રહે છે. જેને રોકવા ભારતીય સેના (Indian Army) સતત પ્રયાસો કરી રહી છે. 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટર(Encounter)માં કેટલાક જવાનો શહીદ થયા હતા. આ સાથે અનેક આતંકીઓ(Terrorist)ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. લગભગ ત્રણ અઠવાડિયા પછી, હવે અહીં ગોળીઓનો અવાજ બંધ થઈ ગયો છે.
સેનાના પ્રયાસ હેઠળ, પૂંછના જંગલ વિસ્તારમાં શાંતિ પાછી આવી છે, જ્યાં આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા . તેમના આ પ્રયાસોને ભારતીય સેનાએ ઓક્ટોબર મહિનામાં નિષ્ફળ બનાવ્યા હતા.
પૂંછમાં ઘૂસણખોરી કરનારા 10થી વધુ આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગયા હોવાની સ્થાનિક સૂત્રોએ માહિતી આપી. સ્થાનિકોએ એમ પણ જણાવ્યુ કે આતંકીઓ હથિયાર સાથે જંગવા વિસ્તારમાં છુપાયા હતા. તેમણે કહ્યું કે, પૂંછમાં એન્કાઉન્ટર દરમિયાન ભાગી ગયેલા કેટલાક આતંકવાદીઓએ શોપિયાંના ગામોમાં આશ્રય લીધો હતો. જો કે, સેનાના ટોચના અધિકારીઓએ કહ્યું કે, તેઓ પૂંછના ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં નવી રીત અપનાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સેના અલગ-અલગ મકાનોમાં નવા ઘરના નંબરો ફાળવી રહી છે અને પરિવારના તમામ સભ્યોના મોબાઈલ નંબર સહિત રહેવાસીઓના નામ અને અન્ય વિગતો નોંધી રહી છે.
તપાસ કરવામાં સરળતા જિલ્લાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું, “આનાથી અહીં રહેતા લોકોનું બેકગ્રાઉન્ડ તપાસવામાં સરળતા રહે છે. તમામ ગામના ઘરોને ઘર નંબર ફાળવવાનો અર્થ એ છે કે અમારે અમારા બાતમીદારોનો ઓછો સંપર્ક કરવો પડશે. કારણ કે, તેમનો સંપર્ક કરવાથી તેમને શોધી કાઢવાનું જોખમ વધી જાય છે. અમને આ પદ્ધતિ ગમે છે કારણ કે મોબાઈલમાં ઘરનો નંબર નાખતાની સાથે જ તમામ માહિતી મળી જાય છે.
આતંકવાદીઓને શું સૂચના મળી? ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં ખાસ કરીને શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી છે. સરહદ પારના તેના માસ્ટર્સ તરફથી આગળની સૂચનાઓ ન આવે ત્યાં સુધી તેને શાંત રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન ડીજીપી દિલબાગ સિંહે દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરી છે અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારવાની હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે ગુનેગારો, ઉગ્રવાદીઓ અને અન્ય શંકાસ્પદ તત્વોની ગતિવિધિઓને રોકવા માટે ઓપરેશનને વધુ તીવ્ર બનાવવું જોઈએ.
આ પણ વાંચોઃ Surat: મહાનગરપાલિકાના કોર્પોરેટરોને લેપટોપ આપવાની વિવાદી દરખાસ્ત પર શાસકોની બ્રેક