G-20 મીટિંગ પહેલા J&Kમાં આતંકી હુમલો, NIAની ટીમ પુંછમાં તપાસમાં લાગી, સર્ચ ઓપરેશન ચાલુ

પુંછમાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

G-20 મીટિંગ પહેલા J&Kમાં આતંકી હુમલો, NIAની ટીમ પુંછમાં તપાસમાં લાગી, સર્ચ ઓપરેશન ચાલુ
Terrorist attack in J&K
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 9:32 AM

પુંછમાં આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે તમામ સુરક્ષા એજન્સીઓ કાશ્મીરમાં આગામી મહિને યોજાનારી G-20 બેઠક માટે શાંત, સલામત અને આત્મવિશ્વાસપૂર્ણ વાતાવર અને તૈયારીમાં વ્યસ્ત છે. એજન્સીઓ આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) ના નેટવર્કને તોડી પાડવાની તૈયારી કરી રહી છે, જેણે હુમલાની જવાબદારી લીધી છે.

પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ એ આતંકવાદી સંગઠનોમાંથી એક છે જે પુલવામા હુમલા અને બાલાકોટ એર સ્ટ્રાઈક પછી કાશ્મીરમાં સક્રિય હતા. આ સંગઠને 2020થી અત્યાર સુધીમાં 40 જેટલી નાની-મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરક્ષા દળોએ મેંધર સબ-ડિવિઝનના વિવિધ ગામોમાં એક વિશાળ કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું છે, જેમાં સેના અને પોલીસ બંનેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે.

આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર પેટ્રોલિંગ વધાર્યું

ભાટા દુરિયન, સંજિયોટે અને કોટન સહિત અનેક ગામોને કોર્ડન કરી લેવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આતંકવાદી હુમલા બાદ ભીમ્બર ગલી અને ભાટા ધુરિયાની વચ્ચે નેશનલ હાઈવે પર તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ તપાસ માટે આજે પુંછ પહોંચી શકે છે. આ ટીમ તે સ્થળની તપાસ કરશે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આતંકવાદીઓએ હુમલો કર્યો

સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને આ હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા સેનાના વાહનને રોક્યું અને પછી તેના પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ પછી વાહનમાં આગ લાગી હતી અને સેનાના પાંચ જવાન શહીદ થયા હતા અને એક જવાન ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે G-20 બેઠકોને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તે જ સમયે, એક અઠવાડિયા પછી, કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવી ઘટના બની હતી. હુમલામાં શહીદ થયેલા તમામ જવાનો રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા. તમામને આતંકવાદી વિરોધી ઓપરેશન માટે તે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">