ટેલર સ્વિફ્ટ ટ્વિટર બની પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, બીજા નંબરે PM મોદી

ટ્વીટર પર આ વર્ષની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ નંબર 1 પર છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબરે છે.

ટેલર સ્વિફ્ટ ટ્વિટર બની પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, બીજા નંબરે PM મોદી
ટેલર સ્વિફ્ટ બની ટ્વિટર પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:49 PM

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) આ વર્ષની ટ્વીટર પર 50 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર 1 પર છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બીજા નંબરે છે. કન્ઝ્યુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક સંશોધન અનુસાર ટેલર સ્વિફ્ટ ટ્વીટર પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવી છે. આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું (Sachin Tendulkar) નામ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં સચિને અમેરિકન એક્ટર ડ્વેન જોન્સન, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સહિત ઘણા પ્રખ્યાત હસ્તીઓને પાછળ છોડી દીધા છે.

સચિન તેંડુલકરનું નામ સામેલ કરવા માટે કંપનીએ આપ્યું આ કારણ

કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સચિન સતત નબળા વર્ગ માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક મહત્વના મુદ્દાઓ પર પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ ઉપરાંત તેમની સહયોગી બ્રાન્ડના પ્રાસંગીક પ્રભાવશાળી ઝુંબેશને કારણે તેમના ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. જેના કારણે તેમને આ લિસ્ટમાં 35માં નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેઓ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી યુનિસેફ સાથે જોડાયેલા છે અને 2013માં દક્ષિણ એશિયાના રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા. સચિન તેંડુલકરે ગ્રામીણ અને શહેરી ભારત એમ બંનેમાં આરોગ્ય, શિક્ષણ અને રમતગમતની ઘણી પહેલોને સમર્થન આપ્યું છે.

આ યાદીમાં નિક જોનાસ, નિકી મિનાજ, બેયોન્સ, લુઈસ ટોમલિન્સન, બ્રુનો માર્સ, લિયામ પાયને અને તાકાફુમી હોરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર આ યાદીમાં 61 ટકા પુરુષો છે, જ્યારે 39 ટકા મહિલાઓ છે તો બીજી તરફ આ સૂચિમાં 67 ટકા લોકો અમેરિકાના છે, જ્યારે 13 ટકા લોકો બ્રાઝિલના છે.

આ પણ વાંચો :  Maharashtra ST Workers strike: મહારાષ્ટ્રના 376 રાજ્ય પરિવહનના કર્મચારીઓ સસ્પેન્ડ, ST કર્મચારીઓની હડતાળ પર સરકારનું કડક વલણ

g clip-path="url(#clip0_868_265)">