Maharashtra ST Workers strike: મહારાષ્ટ્રના 376 રાજ્ય પરિવહનના કર્મચારીઓ સસ્પેન્ડ, ST કર્મચારીઓની હડતાળ પર સરકારનું કડક વલણ
હાઈકોર્ટે પણ હડતાળને ગેરકાયદેસર ગણાવી છે. પરંતુ કર્મચારીઓ તેમની માંગ પર અડગ છે. તહેવારો દરમિયાન એસટી કર્મચારીઓ કામ બંધ કરી બેસી ગયા છે. જેના કારણે રાજ્ય પરિવહનની બસો દોડી રહી નથી. આવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્ર સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. રાજ્યના 376 ST કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Maharashtra State Road Transport Corporation- MSRTC)ના કર્મચારીઓએ તેમની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કામ બંધ કરી દીધું છે. તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. સરકાર દ્વારા સમયાંતરે કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટે પણ હડતાળને ગેરકાયદેસર ગણાવી છે. પરંતુ કર્મચારીઓ તેમની માંગ પર અડગ છે. તહેવારો દરમિયાન એસટી કર્મચારીઓ કામ બંધ કરી બેસી ગયા છે. જેના કારણે રાજ્ય પરિવહનની બસો દોડી રહી નથી. જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આકરો નિર્ણય લીધો છે. રાજ્યના 376 ST કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રના કયા બસ ડેપોમાંથી કેટલા ST કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા?
રાજ્યભરના 16 વિભાગોના 45 બસ ડેપોમાંથી 376 ST કર્મચારીઓ પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાશિક વિભાગના કાલવણ ડેપોના 17 કર્મચારીઓ, વર્ધા બ્રાન્ચના વર્ધા અને હિંગણઘાટ ડેપોના 40 કર્મચારીઓ, ગઢચિરોલી બ્રાન્ચથી અહેરી, બ્રહ્મપુરી, ગઢચિરોલી ડેપોના 14 કર્મચારીઓ, ચંદ્રપુર બ્રાન્ચમાંથી ચંદ્રપુર, રાજુરા, વિકાસ ડેપોના 14 કર્મચારીઓ.
લાતુર બ્રાન્ચથી ઔસા, ઉદગીર, નિલંગા, અહમપુર, લાતુર ડેપોના 31 કર્મચારીઓ, નાંદેડ બ્રાન્ચથી કિનવટ, ભોકર, માહુર, કંદહાર, નાંદેડ, હાદગાંવ, મુખેડ, બિલોલી, દેગલુર ડેપોના 58 કર્મચારીઓ, ભંડારા બ્રાન્ચમાંથી તુમસર, તિરોડી, ગોંદિયા ડેપોના 30 કર્મચારીઓ, સોલાપુર વિભાગમાંથી અક્કલકોટ ડેપોના 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના અહેવાલ છે.
એ જ રીતે યવતમાલ વિભાગના પાંઢરકવડા, રાલેગાંવ, યવતમાલ ડેપોના 57 કર્મચારીઓ, ઔરંગાબાદ વિભાગના ઔરંગાબાદ-1 ડેપોના 5 કર્મચારીઓ, પરભણી વિભાગના હિંગોલી અને ગંગાખેડ ડેપોના 10 કર્મચારીઓ, જાલના વિભાગમાંથી જાફરાબાદ અને અંબડ ડેપોના 16 કર્મચારીઓ, નાગપુર વિભાગના ગણપેઠ, ઘાટરોડ, ઈમામવાડા, વર્ધમાન નગર ડેપોના 18 કર્મચારીઓ, જલગાંવ વિભાગના અમલનેર ડેપોના ચાર કર્મચારીઓ, ધુલે વિભાગના ધુલે ડેપોના બે કર્મચારીઓ, જાટ, પલુસ, ઈસ્લામપુર, આટપાડી ડેપોના 58 કર્મચારીઓને સાંગલી વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આંદોલનકારી કર્મચારીઓ સામે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરવાની ચેતવણી
આ અંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબે આજે જણાવ્યું હતું કે કોર્ટે એસટી કર્મચારીઓની હડતાળ પર આદેશ આપતા તેને ગેરકાયદેસર જાહેર કરી હતી. તેમ છતાં કેટલાક એસટી કર્મચારીઓના સંગઠનોએ હડતાળની નોટિસ આપી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ હડતાલને ગેરકાયદેસર ગણાવી છે. આમ છતાં હડતાળ ચાલુ છે.
ગઈકાલે (8 નવેમ્બર, સોમવાર) અમે હાઈકોર્ટમાં ગયા હતા. કોર્ટે અમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરવા કહ્યું હતું. તેથી હવે અમે એસટી મહામંડળ વતી કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી રહ્યા છીએ. અહીં બસના કર્મચારીઓ પણ પાછળ હટવા તૈયાર નથી. એટલે કે આંદોલન ચાલતું રહેશે. હવે વધુ થોડા દિવસ બસો દોડશે નહીં.
આ પણ વાંચો : ચીનમાં રોકાણથી જાપાનની Soft Bank ને રાતાં પાણીએ રડવાનો વારો આવ્યો, જાણો કેમ બેંકે કરોડો ડોલરની ખોટ ખાવી પડી?