AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Helicopter Crash: એરફોર્સના 4 જવાનની થઇ ઓળખ, પાર્થિવદેહ સંબંધીઓને સોંપવામાં આવશે

સેનાએ કહ્યું કે બાકીના મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. દિલ્હી છાવણીની આર્મી બેઝ હોસ્પિટલના શબઘરમાં 10 જવાનોના મૃતદેહ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ 10 જવાનોના પરિવારજનો મૃતદેહોની ઓળખ કરવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી ગયા છે.

Tamil Nadu Helicopter Crash: એરફોર્સના 4 જવાનની થઇ ઓળખ, પાર્થિવદેહ સંબંધીઓને સોંપવામાં આવશે
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 9:44 AM
Share

તમિલનાડુમાં કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Tamil Nadu Helicopter Crash) જીવ ગુમાવનારા ભારતીય વાયુસેનાના તમામ 4 જવાનોની ઓળખ થઈ ગઈ છે. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 13 લોકોના મોત થયા હતા.

મૃતકોમાં સીડીએસના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલએસ લીડ્ડર પણ હતા. જેમના શુક્રવારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13માંથી 3 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. તેમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને તેમના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલએસ લીડ્ડરનો સમાવેશ થાય છે. તે બધાના દિલ્હીના બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેનાએ કહ્યું કે લાન્સ નાઈક બી સાઈ તેજા અને લાન્સ નાઈક વિવેક કુમારના મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આજે સવારે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

તમામ જવાનોના પાર્થિવ દેહ હવાઈ માર્ગે લઈ જવામાં આવશે

સેનાએ કહ્યું કે સેનાના જવાનોના પાર્થિવ અવશેષોને એરલિફ્ટ કરવામાં આવશે અને યોગ્ય સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સેનાના જણાવ્યા અનુસાર, મૃતદેહને લઈ જવામાં આવે તે પહેલા દિલ્હી કેન્ટની આર્મી બેઝ હોસ્પિટલમાં મૃતદેહને હાર પહેરાવવામાં આવશે.

એક સત્તાવાર નિવેદનમાં, ભારતીય વાયુસેના (IAF) એ પુષ્ટિ કરી કે અકસ્માતમાં માર્યા ગયેલા ચારેય કર્મચારીઓની ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ તેઓને તેમના પરિવારના સભ્યો પાસે હવાઈ માર્ગે લઈ જવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ચાર જવાનોમાં JWO પ્રદીપ એ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, JWO રાણા પ્રતાપ દાસ અને સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહનો સમાવેશ થાય છે.

મૃતદેહોની ઓળખ કરવા સંબંધીઓ દિલ્હી પહોંચ્યા હતા

સેનાએ વધુમાં કહ્યું કે બાકીના મૃતદેહોની ઓળખની પ્રક્રિયા ચાલુ છે. દિલ્હી છાવણીની આર્મી બેઝ હોસ્પિટલના શબઘરમાં 10 જવાનોના મૃતદેહ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ 10 જવાનોના પરિવારજનો મૃતદેહોની ઓળખ કરવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે પરિવારના સભ્યોની મદદથી મૃતદેહોની ઓળખ માટે વૈજ્ઞાનિક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. સેનાએ કહ્યું કે નશ્વર અવશેષો “યોગ્ય રીતે ઓળખાયા” પછી પરિવારોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : CDS Bipin Rawat : CDS બિપિન રાવત અને તેમની પત્નીની અસ્થિઓનું હરિદ્વારમાં થશે વિસર્જન, યાદમાં બનાવશે શહીદ સૈન્ય મંદિર

આ પણ વાંચો : Happy Birthday kimi Katkar : કિમી કાટકરે ‘જુમ્મા-ચુમ્મા’ ગીતથી જીતી લીધા હતા બધાના દિલ, આ કારણે ઈન્ડસ્ટ્રીને કર્યુ અલવિદા

g clip-path="url(#clip0_868_265)">