Happy Birthday kimi Katkar : કિમી કાટકરે ‘જુમ્મા-ચુમ્મા’ ગીતથી જીતી લીધા હતા બધાના દિલ, આ કારણે ઈન્ડસ્ટ્રીને કર્યુ અલવિદા
એક્ટ્રેસ કિમી કાટકરે (kimi Katkar) તેના સમયમાં તેની એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજથી દરેકનું દિલ જીતી લીધું હતું. આજે તેમના જન્મદિવસ પર અમે તમને તેમના વિશેની ખાસ વાતો જણાવીએ છીએ.
અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) ફિલ્મ ‘હમ’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘જુમ્મા-ચુમ્મા’ આજે પણ પહેલા જેટલું જ પ્રખ્યાત છે. આ ગીત અભિનેત્રી કિમી કાટકર (Kimi Katkar) પર ફિલ્માવાયું હતું. કિમી તેના ડાન્સ અને બોલ્ડ સ્ટાઇલ માટે ઘણી ફેમસ હતી. આજે કિમી તેનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મુંબઈમાં થયો હતો.
કિમીએ 20 વર્ષની ઉંમરે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ કરિયરની ટોચ પર તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. આજે કિમીના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ટારઝન ગર્લ તરીકે જાણીતી કિમીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ પથ્થર દિલથી કરી હતી. આ પછી તે એડવેન્ચર ઓફ ટારઝનમાં જોવા મળી હતી. આ ફિલ્મે કિમીને ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ આપી. આ ફિલ્મમાં તેણે ટારઝન ગર્લની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી તે ટારઝન ગર્લ તરીકે જાણીતી થઈ ગઈ હતી.
જુમ્મા-ચુમ્મા ગર્લ તરીકે મળી છે પ્રસિદ્ધિ
કિમીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ હમમાં કામ કર્યું હતું. હમમાં તેણે અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં કિમીએ અમિતાભ બચ્ચન સાથે જુમ્મા-ચુમ્મા દે દે ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારથી તે દરેકના દિલમાં વસી ગઈ હતી. તેણીને જુમ્મા-ચુમ્મા ગર્લ કહેવામાં આવતી હતી. આ ફિલ્મમાં અમિતાભ અને કિમીની સાથે રજનીકાંત, ગોવિંદા, અનુપમ ખેર અને ડેની ડેનજોમ્પા મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દરમિયાન કિમી માત્ર 26 વર્ષની હતી.
ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહ્યું આ ફિલ્મ પછી કિમીએ પુણે સ્થિત એડ ફિલ્મમેકર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી થઈ ગઈ. ઘણા વર્ષો સુધી મેલબોર્નમાં રહ્યા બાદ કિમી ભારત પરત ફરી છે. તે તેના પતિ શાંતનુ અને પુત્ર સિદ્ધાર્થ સાથે પુણેમાં રહે છે.
તમને જણાવી દઈએ કે કિમીનું સાચું નામ નયનતારા કાટકર છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ બદલીને કિમી કરી લીધું. કિમીના અસલી નામ વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આ પણ વાંચો : Farmer Protest: દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલનને રાજધાનીની બહાર રાખવા માટે એક વર્ષમાં 7 કરોડથી વધુનો ખર્ચ કર્યો