AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વામી વિવેકાનંદ જયંતિઃ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે થાય છે ઉજવણી, તેમના વિચારો માનવતાની ભાવનાને પ્રોત્સાહિત કરનારા

સ્વામી વિવેકાનંદ ભારતમાં મહિલાઓની દયનીય સ્થિતિથી નિરાશ રહેતા હતા. તેઓ માનતા હતા કે મહિલાઓની પ્રગતિમાં રાષ્ટ્રની પ્રગતિ સમાયેલી છે. તેમણે મનુસ્મૃતિમાંથી ટાંક્યું હતુ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. અને જ્યાં સ્ત્રીઓ પ્રસન્ન નથી, ત્યાં તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે.

સ્વામી વિવેકાનંદ જયંતિઃ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે થાય છે ઉજવણી, તેમના વિચારો માનવતાની ભાવનાને પ્રોત્સાહિત કરનારા
Swami Vivekananda (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 4:12 PM
Share

આજે દેશ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)ની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે માત્ર સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાથી ફરક નહીં પડે, પરંતુ આપણે તેમની ફિલસૂફીને સમજવાની અને આત્મસાત કરવાની છે. સ્વામી વિવેકાનંદે માનવજીવન (Human life)ની વિવિધ સમસ્યાઓ પર ઊંડું ચિંતન કર્યું હતું. તેમના વિચારના ક્ષેત્રોમાં ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક અને રાજકીય વ્યવસ્થા, શિક્ષણ પ્રણાલી, મહિલાઓની સ્થિતિ અને રાષ્ટ્રનું સન્માન વગેરે હતા. વિવિધ સમસ્યાઓ અંગેના તેમના વિચારોએ રાષ્ટ્રને નવી દિશા આપી છે.

તેમના મતે શિક્ષણ એ આંતરિક આત્માને શોધવાનું સાધન

શિક્ષણ એ માનવ જીવનની હકીકતને સમજવાનું માધ્યમ છે કે આપણે બધા એક ભગવાનના અંશ છીએ. તેઓ શિક્ષણ દ્વારા વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં માનતા હતા. તે માનતા હતો કે સંપૂર્ણતા માણસમાં પહેલેથી જ રહેલી છે. શિક્ષણ એ તેની અભિવ્યક્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમામ જ્ઞાન પહેલેથી જ માણસમાં સહજ છે. બહારથી કોઈ જ્ઞાન તેનામાં આવતું નથી. શિક્ષણ માણસને તેનો પરિચય કરાવે છે અને તેને બહાર લાવે છે. તેઓ કહેતા કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન ઘડતર, માનવ ઘડતર, ચારિત્ર્ય ઘડતર હોવો જોઈએ.

ભારતીય શિક્ષણ પદ્ધતિની તરફેણમાં હતા

સ્વામી વિવેકાનંદ બ્રિટિશ શાસન હેઠળની પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાથી સંપૂર્ણપણે અસંતુષ્ટ હતા. તેમણે ભારતીય શિક્ષણ પદ્ધતિની તરફેણ કરી હતી. તેમણે જાહેર કર્યું હતું કે આપણા દેશનું સમગ્ર શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. તેઓ શિક્ષણનું માળખું એવી રીતે તૈયાર કરવાના પક્ષમાં હતા કે જેથી વ્યક્તિ સમજે કે તેનામાં અનંત જ્ઞાન અને શક્તિ વસે છે અને ત્યાં સુધી પહોંચવાનું માધ્યમ શિક્ષણ છે. તેમણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યક્તિગત સંપર્ક પર ભાર મૂક્યો અને કહ્યું કે શિક્ષક ચારિત્ર્ય અને નૈતિકતાનું સર્વોચ્ચ જીવંત ઉદાહરણ હોવું જોઈએ. તેમનું માનવું હતું કે એકાગ્રતાથી જ જ્ઞાન મેળવી શકાય છે. જે એકાગ્રતા સાથે શીખે છે, તે ચોક્કસ જીવનના વિવિધ ક્ષેત્રોમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

ભારતમાં મહિલાઓની દયનીય સ્થિતિથી નિરાશ હતા

સ્વામી વિવેકાનંદ ભારતમાં મહિલાઓની દયનીય સ્થિતિથી નિરાશ રહેતા હતા. તેઓ માનતા હતા કે મહિલાઓની પ્રગતિમાં રાષ્ટ્રની પ્રગતિ સમાયેલી છે. તેમણે મનુસ્મૃતિમાંથી ટાંક્યું હતુ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. અને જ્યાં સ્ત્રીઓ પ્રસન્ન નથી, ત્યાં તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. જે પરિવાર કે દેશની સ્ત્રીઓ સુખી નથી તે કદી ઉદય પામી શકતી નથી. તેમણે ભારપૂર્વક ભલામણ કરી હતી કે પુત્રીઓને પુત્રો તરીકે ઉછેરવી જોઈએ. તેઓ માનતા હતા કે મહિલાઓને પવિત્રતાના વિચારને સાકાર કરવાની તક આપવી જોઈએ, કારણ કે આ વિચારો તેમને તેમના આદર્શ સ્ત્રીત્વ સુધી પહોંચવાની શક્તિ આપશે..

તેઓ એક મહાન વેદાંતવાદી હતા

સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ સાધુ હતા. તેઓ એક મહાન વેદાંતવાદી હતા, જેમણે વેદના વિચારોનો પ્રચાર કર્યો હતો. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે જ્ઞાન, આત્મનિર્ભરતા, નિર્ભયતા અને એકાગ્રતા જેવા વેદોના વિચારોનું આચરણ કર્યું. તેમને પશ્ચિમના દેશોને અહેસાસ કરાવ્યો કે ભારત અભણ લોકોનો દેશ નથી. તેમના જ્ઞાનના પ્રકાશથી તેમણે સાબિત કર્યું કે ભારત ખરેખર વિશ્વ ગુરુ છે. તેમણે પશ્ચિમી વિશ્વને ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક પાસાઓ વિશે જણાવ્યું. તેમણે પશ્ચિમી દેશોમાં હિંદુ ધર્મનો પ્રચાર કરતા પહેલા કાશ્મીરથી કન્યાકુમારી અને બંગાળથી પંજાબ સુધી ભારતનો પ્રવાસ કર્યો, કારણ કે તેઓ કહેતા હતા કે જ્યાં સુધી હું પોતે મારા દેશના લોકોને નહીં જોઉં ત્યાં સુધી હું તેમના વિશે દુનિયાને કેવી રીતે કહીશ?

સ્વામી વિવેકાનંદે ઓસાકા (જાપાન)થી દેશના યુવાનોને સંદેશ આપ્યો હતો – ચાલો માનવ બનીએ. તેઓ કહેતા હતા કે યુવાનોના સ્નાયુઓ લોખંડ જેવી અને નસો સ્ટીલ જેવી હોવા જોઈએ.

આજે આપણે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ની ભલામણોને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, જેથી યુવાનોમાં આત્મનિર્ભરતા, બંધારણીય મૂલ્યોનું સ્થાન લઈ શકાય. બીજી તરફ સ્વામી વિવેકાનંદ પોતે ભારતના યુવાનો માટે સંદેશ છે. તેમના ઉપદેશો હંમેશા સુસંગત રહેશે.

સ્વામી વિવેકાનંદ શિક્ષણ દ્વારા વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં માનતા હતા. તેમના મતે, શિક્ષણ એ માનવ જીવનની વાસ્તવિકતાને સમજવાનું માધ્યમ છે કે આપણે બધા એક ભગવાનના અંશ છીએ.

આ પણ વાંચોઃ

Worship Tips : દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ

આ પણ વાંચોઃ

માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે એકાઉન્ટનું નામ એલાન મસ્કના નામ પર બદલી નાખ્યું, જાણો પછી શું થયુ

g clip-path="url(#clip0_868_265)">