AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાનગી શાળાઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ફી પરત કરવાના આદેશ પર લગાવી રોક

ખાનગી શાળાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે જો બાળક હજુ પણ તે જ શાળામાં ભણે છે તો શાળા તેની ફીના 15 ટકા વર્તમાન સત્રની ફીમાં એડજસ્ટ કરશે અથવા જે બાળકોએ શાળા છોડી દીધી છે તેના 15 ટકા વાલીઓને પરત કરવાની રહેશે.

ખાનગી શાળાઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ફી પરત કરવાના આદેશ પર લગાવી રોક
Supreme court
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 5:48 PM
Share

નોઈડા સહિત યુપીની ખાનગી શાળાઓને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કોરોના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવેલી 15% ફી પરત કરવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. નોઈડાના ડીએમએ હાઈકોર્ટના આદેશ પછી પણ ફી પરત ન કરવા બદલ 90 શાળાઓ પર એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. ડીએમ દ્વારા લાદવામાં આવેલા આ દંડ સામે ખાનગી શાળાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટે 90 ખાનગી શાળાઓને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોરોના લોકડાઉન દરમિયાન હાઈકોર્ટે શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી અંગે આદેશ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન સમયે ટીચિંગ ફી સિવાય અન્ય કોઈ ફી લેવી તે ખોટું છે. આવી સ્થિતિમાં શાળાઓને કોરોના સમયગાળા દરમિયાન લેવામાં આવેલી 15 ટકા ફી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Parachinar Shooting: પાકિસ્તાન-અફઘાન સરહદ પર સ્કૂલમાં ફાયરિંગ, 7 શિક્ષકના મોત

ખાનગી શાળાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે જો બાળક હજુ પણ તે જ શાળામાં ભણે છે તો શાળા તેની ફીના 15 ટકા વર્તમાન સત્રની ફીમાં એડજસ્ટ કરશે અથવા જે બાળકોએ શાળા છોડી દીધી છે તેના 15 ટકા વાલીઓને પરત કરવાની રહેશે.

કોરોના સમયગાળા દરમિયાન મન ફાવે તેટલી ફી લેવામાં આવી હતી

જે શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં જિલ્લાની જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. કોરોના રોગચાળાના સમયે શાળાઓ વાલીઓ પાસેથી શાળાની સંપૂર્ણ ફી વસૂલતી હતી. જેની સામે વાલીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે અંતર્ગત શાળાઓને ફી પરત કરવાનો આદેશ કરાયો હતો.

કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન સમયે શાળાઓ પાસે માત્ર ટીચિંગ ફી સિવાય અન્ય કોઈ ફી માંગવાનો હક નથી. આવી સ્થિતિમાં તે જ શાળામાં આગળ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની હાલની ફીનું સમાધાન કરવા અને શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓની ફી પરત કરવા આદેશો આપવામાં આવ્યા હતા.

જોકે, કોર્ટના આદેશ બાદ પણ વાલીઓને ફી પરત કરવામાં આવી ન હતી કે ફી એડજસ્ટ કરવામાં આવી ન હતી. આ પછી જ નોઈડા ડીએમએ 90 શાળાઓ પર એક-એક લાખનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">