AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધના મામલમાં સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી, કેન્દ્ર સરકાર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને પ્રતિબંધના આદેશનો અસલ રેકોર્ડ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. બેન્ચે કહ્યું, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. કાઉન્ટર એફિડેવિટ 3 અઠવાડિયાની અંદર દાખલ કરવી જોઈએ. જવાબ 3 અઠવાડિયા પછી આપવો જોઈએ.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધના મામલમાં સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી, કેન્દ્ર સરકાર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 6:03 PM
Share

ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા અને દેશમાં મુસ્લિમોની સ્થિતિ પર BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધના કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. કોર્ટે કેન્દ્ર પાસેથી 3 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આઈટીના નિયમને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જે અંતર્ગત ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોર્ટે અરજદારોને પૂછ્યું કે તેઓ પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા? કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરીને યુટ્યુબ સહિત તમામ પ્લેટફોર્મ પરથી તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે

અરજદારના વકીલ દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને સ્ટે લાદવામાં આવ્યો હતો અને સ્ટે ઓર્ડર પણ જાહેર ક્ષેત્રમાં નથી. સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટરી પર આઈટી એક્ટની કલમ 69A હેઠળ સોશિયલ મીડિયા પર બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. પત્રકાર એન રામ, ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, એડવોકેટ પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેન્દ્રનો જવાબ દાખલ કર્યા બાદ આ મામલે આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે.

આ પણ વાંચો : BBCની ડોક્યુમેન્ટરી ઉપર લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રતિબંધના આદેશનો અસલ રેકોર્ડ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. બેન્ચે કહ્યું, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. કાઉન્ટર એફિડેવિટ 3 અઠવાડિયાની અંદર દાખલ કરવી જોઈએ. જવાબ 3 અઠવાડિયા પછી આપવો જોઈએ.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધના સમર્થનમાં અરજી

બીબીસી ડોક્યુમેન્ટરી પર સરકારના પ્રતિબંધના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે પણ આ મામલાની સુનાવણી કરી હતી અને શુક્રવારે આ મામલાને ફરીથી લિસ્ટ કરવામાં આવ્યો હતો. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દ્ર કુમાર સિંહે પ્રતિબંધના સમર્થનમાં અરજી કરી છે. અરજીમાં બીબીસી અને તેના કર્મચારીઓ સામે તપાસની પણ માગ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોટું ષડયંત્ર

પ્રતિબંધના સમર્થનમાં દાખલ કરાયેલી અરજીઓમાં જણાવાયું છે કે BBC ભારત સરકાર સામે ભેદભાવપૂર્ણ છે અને નરેન્દ્ર મોદી પરની ડોક્યુમેન્ટરી ભારતમાં અને વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધતા કદ સામે કાવતરાનું પરિણામ છે. આ કેસની સુનાવણી દરમિયાન 30 જાન્યુઆરીએ કોર્ટે કહ્યું હતું કે તે સોમવારે આ મામલે સુનાવણી કરશે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">